ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રણ મેચની સીરિઝ હાલ 1-1થી બરાબર છે, તેથી ત્રીજી વનડે જીતનાર ટીમ સિરીઝ જીતશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે વડોદરામાં પ્રથમ મેચ ચાર વિકેટથી જીતી હતી. ત્યારબાદ કિવી ટીમે રાજકોટ વનડે સાત વિકેટથી જીતીને વાપસી કરી હતી.


ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં

જો ટીમ ઈન્ડિયા આ સીરિઝ જીતવા માંગે છે, તો ટીમ મેનેજમેન્ટ ત્રીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં ફેરફારની શક્યતા નથી. હિટમેન રોહિત શર્મા કેપ્ટન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને નંબર 3 પર અને શ્રેયસ ઐયરને નંબર 4 પર તક આપવામાં આવી શકે છે. છેલ્લી મેચમાં નંબર 5 પર સદી ફટકારનાર કેએલ રાહુલ આ મેચમાં પણ નંબર 5 પર રમશે તેવી શક્યતા છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર

આ મેચ માટે ફેરફારો અંગે નીતિશ રેડ્ડીની જગ્યાએ આયુષ બદોનીને અજમાવી શકાય છે. રેડ્ડીએ બીજી મેચમાં બેટ કે બોલથી સારું પ્રદર્શન કર્યું નહોતું. તેથી બદોનીને તેની જગ્યાએ તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં ફેરફાર થઈ શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ અર્શદીપ સિંહને અજમાવી શકાય છે. હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ પ્લેઇંગ 11માં રહેવાની શક્યતા છે. કેપ્ટન શુભમન ગિલ આ મેચ માટે કેટલા ફેરફાર કરે છે તે જોવાનું રહેશે.

બધાની નજર રોહિત અને વિરાટ પર રહેશે

ત્રીજી વનડે દરમિયાન બધાની નજર ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. આ શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલી સદી ચૂકી ગયો, તેણે 93 રન બનાવ્યા. બીજી મેચમાં વિરાટ ફક્ત 23 રન જ બનાવી શક્યો. રોહિત શર્માએ બંને મેચમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો. તેથી વિરાટ અને રોહિત બંને આ મેચમાં મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), આયુષ બદોની, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

આ પણ  વાંચો -Smriti Mandhanaએ દિલ્હી સામે કર્યો કમાલ, WPLમાં સૌથી વધુ રનબનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી


  • Follow us on: