ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારના રોજ ઇન્દોરમાં રમાશે.બે મેચ સીરિઝ 1-1 થી બરાબર છે.ભારતીય ટીમનો ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે એક શાનદાર વનડે રેકોર્ડ છે,જ્યાં તેઓ ક્યારેય હાર્યા નથી.જોકે ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.અહીં ચાર કિવી ખેલાડીઓ છે જેના પર ભારતીય ટીમે ધ્યાન રાખવું પડશે.


ડેરિલ મિશેલ

ડેરિલ મિશેલે ભારત સામેની બીજી વનડેમાં અણનમ 131 રન બનાવ્યા હતા.મિશેલ શાનદાર ફોર્મમાં છે.તેણે અગાઉ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડેમાં સદી ફટકારી હતી.તેને મોટી ઇનિંગ્સ રમવાથી રોકવો ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારતીય બોલરોએ તેને ઝડપથી આઉટ કરવાની જરૂર પડશે.

માઈકલ બ્રેસવેલ

માઈકલ બ્રેસવેલ આ સિરીઝમાં ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.તેણે અત્યાર સુધી બે મેચમાં ફક્ત બે વિકેટ લીધી છે,પરંતુ ભારતીય બેટ્સમેનોએ તેના સ્પિન સામે રન બનાવવા માટે સંઘર્ષ કર્યો છે.બીજી વનડેમાં તેણે 10ઓવરમાં ફક્ત 34 રન આપ્યા.

કાયલ જેમિસન

6ફૂટ 8 ઇંચ ઊંચા કાયલ જેમિસનને સ્વાભાવિક રીતે જ ઘણો ઉછાળો આવે છે. વધુમાં, તેની ધીમી બોલિંગે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા, ખાસ કરીને પ્રથમ વનડેમાં. જેમીસન સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.તેણે 2 મેચમાં 5 વિકેટ લીધી છે.

વિલ યંગ

વિલ યંગ ભારત સામેની પ્રથમ વનડેમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ બીજી મેચમાં, જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 46 રન હતો ત્યારે તેણે 87 રનની દબાણયુક્ત ઇનિંગ રમી હતી. ક્રીઝ પર તેનો લાંબો સમય રહેવાથી ટીમ ઇન્ડિયા માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ  વાંચો - T20 World Cup : ભારતના ICC અધિકારીને બાંગ્લાદેશે વિઝા ન આપ્યા! કેમ ઉભો કર્યો અવરોધ?


  • Follow us on: