ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ODI સીરિઝ ચાલી રહી છે. બીજી ODI પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. તેમની કેપ્ટન સોફી મોલિનેક્સ ઈજાને કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ODI જીતી હતી. બીજી ODI પહેલા કેપ્ટન સોફીની ગેરહાજરી ઓસ્ટ્રેલિયાના તણાવમાં વધારો કરી રહી હશે. ભૂતપૂર્વ કેપ્ટન એલિસા હીલી તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહી છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઘાયલ
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. કેપ્ટન સોફી મોલિનેક્સને કમરની સમસ્યા છે અને તે આખી શ્રેણી ચૂકી જાય તેવી શક્યતા છે. ભૂતકાળમાં સોફી ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો મેડિકલ સ્ટાફ કેપ્ટન પર નજીકથી નજર રાખી રહ્યો છે, કારણ કે તેની ટીમ આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 જૂનમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન તે પહેલાં સંપૂર્ણપણે ફિટ થવા માંગશે.
સોફીની ગેરહાજરીમાં કોણ કેપ્ટનશીપ કરી રહ્યું છે?
સોફી મોલિનેક્સની ગેરહાજરીમાં, અનુભવી એલિસા હીલી ટીમનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે. મહિલા વર્લ્ડ કપ પછી હીલીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને સોફીને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, હવે હીલી ફરીથી કેપ્ટનશીપ સંભાળી રહી છે. એ નોંધવું જોઇએ કે એલિસા ભારત સામેનીસીરિઝ પછી નિવૃત્તિ લેશે.
ઓસ્ટ્રેલિયા માટે ત્રીજો ઝટકો
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સોફી મોલિનેક્સ ઉપરાંત, બે વધુ ખેલાડીઓ પહેલાથી જ શ્રેણીમાંથી બહાર થઈ ચૂકી છે. સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી અને ફાસ્ટ બોલર કિમ ગ્રાથ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. હવે, સોફી પણ રમતમાંથી બહાર છે. ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું પરંતુ પ્રથમ ODI હારી ગયું હતું.હવે,સોફી,એલિસ અને ગ્રાથની ગેરહાજરીમાં, ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની અને આગામી બે મેચ જીતીને ODI ટાઇટલ જીતવાની તક છે.
આ પણ વાંચો - Ranji Trophy Final: 10 મેચમાં 60 વિકેટ... ઓકિબ નબીએ ફરી પંજો ખોલ્યો, ઇતિહાસ રચવાની આરે જમ્મુ અને કાશ્મીર