ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ રમશે. પરંતુ આ સિરીઝ પાંચ ટેસ્ટ મેચની છે, જેમાંથી પહેલી મેચ હેડિંગ્લી લીડ્સ ખાતે રમાશે.


તેથી હાલમાં આના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારત માટે આ મેદાન પર ઈંગ્લેન્ડને હરાવવું સરળ રહેશે નહીં, કારણ કે ટીમ ઈન્ડિયાએ અહીં ઘણી મેચ જીતી નથી.

1952માં ભારતે આ મેદાન પર રમી હતી પહેલી ટેસ્ટ

ટીમ ઈન્ડિયાએ 1952માં હેડિંગ્લી લીડ્સ ખાતે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને ત્યાં સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, 1959માં, ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ફરી આ જ મેદાન પર આમને-સામને આવી હતી. આ વખતે ભારતને એક ઈનિંગ્સ અને 173 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 1969માં, ઈંગ્લેન્ડે ફરીથી તે જ મેદાન પર ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. એટલે કે, ભારતીય ટીમે આ મેદાન પર હારની હેટ્રિક પૂર્ણ કરી હતી.

1979માં મેચ રહી ડ્રો

આ પછી ૧૯૭૯નું વર્ષ આવ્યું, ફરી એકવાર ભારત અને ઈંગ્લેન્ડ એક જ મેદાન પર ટકરાયા. આ મેચમાં ભારતીય ટીમને હારનું દુઃખ સહન કરવું પડ્યું ન હતું, પરંતુ જીત પણ મળી ન હતી. એટલે કે આ મેચ ડ્રો રહી હતી.

1986માં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર હેડિંગ્લી લીડ્સમાં મેળવી હતી જીત

વર્ષ 1986માં ભારતીય ટીમે હેડિંગ્લી લીડ્સમાં તેની પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. કપિલ દેવ તે સમયે ભારતીય ટીમના કેપ્ટન હતા. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઈંગ્લેન્ડને 279 રનના સારા માર્જિનથી હરાવ્યું હતું. લાંબા સમય પછી, 2002 માં, ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ફરીથી એક જ મેદાન પર આમને-સામને આવી. આ વખતે પણ ટીમ ઈન્ડિયાએ ઇનિંગ્સ અને 46 રનથી મેચ જીતી હતી. આ વખતે ભારતીય ટીમનું નેતૃત્વ સૌરવ ગાંગુલી કરી રહ્યા હતા.

વર્ષ 2002 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારત હારી ગયું

2002 પછી, 2021માં ભારત અને ઈંગ્લેન્ડ ફરી આ મેદાન પર મેચ રમ્યા. આ વખતે ભારતીય ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી કરી રહ્યા હતો, પરંતુ તેમનું નામ કપિલ દેવ અને સૌરવ ગાંગુલીની લિસ્ટમાં નોંધાઈ શક્યું નહીં, જેને હેડિંગ્લી લીડ્સમાં પોતાની કેપ્ટનશીપમાં જીત મેળવી હતી. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા એક ઈનિંગ્સ અને 76 રનથી હારી ગઈ હતી. હવે ફરી 20 જૂને આ જ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ મેચ છે. શુભમન ગિલ આ મેચમાં ભારતીય ટીમને જીત અપાવવામાં સફળ રહે છે કે નહીં તે જોવાનું રહેશે. 

  • Follow us on: