ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ 5 મેચની ટેસ્ટ શ્રેણી હાલ તેના અંતિમ ચરણમાં ઓવલ ટેસ્ટ મેચ ખાતે ચાલી રહી છે, ત્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલે ઈંગ્લેન્ડમાં એક એવો ભવ્ય ઇતિહાસ રચ્યો છે જે આજ સુધી કોઈ નથી રચી શક્યું.
ઈંગ્લેન્ડ સામે સૌથી સફળ ઓપનર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે ચાલી ટહેલ અંતિમ ટેસ્ટ મેચમાં ભલે કેએલ રાહુલ ધાર્યા મુજબનું પ્રદર્શન ન કરી શક્યા હોય પરંતુ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીમાં તેમણે એક જોરદાર ઇતિહાસ રચ્યો છે. યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે રમાઈ રહેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં એક ઓપનર તરીકે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અને એમાંય ખાસ કરીને ઈંગ્લેન્ડ સામે સૌથી સફળ બેટ્સમેન હવે કેએલ રાહુલ બની ગયા છે.
રાહુલ માટે શાનદાર શ્રેણી
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર કેએલ રાહુલે લીડ્સ ખાતે શાનદાર સદી ફટકારીને તેમના પ્રવાસની શુભ શરૂઆત કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે સૌથી સફળ ખેલાડી તરીકે રાહુલ ઊભરી આવ્યા છે. યજમાન ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લા 22 વર્ષનો રનનો ભવ્ય ભૂતકાળ ચકાસવામાં આવે તો કેએલ રાહુલ પાછલા 22 વર્ષમાં ઈંગ્લેન્ડની ધરતી પર શ્રેણીમાં એક ઓપનર તરીકે સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવનાર ખેલાડી બની ગયા છે.
22 વર્ષમાં ઇંગ્લેન્ડમાં શ્રેષ્ઠ ઓપનર
યજમાન ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર આજથી 22 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2003માં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે ઓપનર તરીકે 714 રન ફટકારીને પહેલી વાર કોઈ ખેલાડીએ ઈંગ્લેન્ડની ધરતી પર 500થી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે બાદ એક પણ ટીમના ઓપનર ઈંગ્લેન્ડ સામે 500 કે તેથી વધારે રન નથી બનાવી શક્યા. ત્યારે રાહુલે 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 532 ફટકારીને 22 વર્ષ પછી એક ઓપનર તરીકે 500થી વધારે રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે કર્યો છે.