લોર્ડ્સના મેદાનમાં ભલે ઈંગ્લેન્ડની ટીમને જીત મળી હોય પરંતુ આખું ક્રિકેટ વિશ્વ એ વાતને સમજી ગયું કે ઇંગ્લેન્ડને ભારત સામે જીતવા માટે ખરા અર્થમાં આંખે અંધારા આવી ગયા હતા અને હિંમત હાથતાળી આપી ગઈ હતી. ત્યારે હવે ટેસ્ટ મેચમાં જીત માટે બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરનો એક એક એવો પ્લાન સામે આવ્યો છે જે  રમતની ખેલદિલી સામે સવાલ ઊભા કરે છે.


બુમરાહને ઈજા પહોંચાડવાના કાવતરા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાનમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના બે અનુભવી ખેલાડીઓએ ઈંગ્લેન્ડને જીત માટે રીતસર વલખાં મારતા કરી મૂક્યા હતા. આ બંને દિજજગ ખેલાડી એટલે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા. આ બંને ખેલાડીઓએ ભારત તરફથી શાનદાર રમત દેખાડીને ધીરે ધીરે ભારતને તેના લક્ષ્ય તરફ લઈ જવા માટે ડગલાં માંડ્યા હતા. આ બંને અનુભવી ખેલાડીઓની ચાલે ઈંગ્લેન્ડને ખુબજ હેરાન પરેશાન કરી મૂક્યા હતા ત્યારે ઇગ્લેન્ડની ટીમ તરફથી બૂમરાહને રોકવા અંગે એક એવા સમાચાર સામે આવ્યા છે જે વિચારતા કરી મૂકે એવા છે.

ઇંગ્લેન્ડના કેપ્ટનના મનમાં મેલ?

લોર્ડ્સના મેદાનમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારત ધીમે ધીમે તેની જીતની એકદમ નજીક આવી ગયું હતું અને ઇંગ્લેન્ડના કેમ્પમાં એક સન્નાટો છવાઈ ગયો હતો પરંતુ સિરાજના વિચિત્ર રીતે આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ 22 રનથી ભારત સામે જીત ગઈ હતી. આ સમગ્ર મેચ દરમિયાન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે બુમરાહને ઈજા પહોંચાડીને મેચ જીતવાનો એક વરવો પ્લાન ઘડ્યો હતો જે વાતનો ખુલાસો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર કર્યો છે.

મોહમ્મદ કૈફે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે લોર્ડસ ખાતે ચાલી રહેલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે એક સોશિયલ મીડિયાના માધ્યમથી આ મોટું નિવેદન આપ્યું છે. મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર એક ખુલાસો કરતાં કહ્યું છે કે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જ્યારે બુમરાહ અને જાડેજા વચ્ચે ધીમે ધીમે પાર્ટનરશિપ જામી રહી હતી એ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે જીતવા માટે બુમરાહ પર બાઉન્સર બોલથી પ્રહાર કરીને તેને ઘાયલ કરવાના મનસૂબા બનાવ્યા હતા.


  • Follow us on: