IPLમાં રમવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને વિદેશી ખેલાડીઓ માટે કોઈ જેક્પોટથી ઓછું નથી. કારણ કે, તેના માટે સ્લૉટ ઓછા હોય છે. દરેક ખેલાડી ઈચ્છે કે, તેના પર બોલી મોટી લાગે. કેટલાક ખેલાડીઓની આ ઈચ્છા ઓક્શનમાં પુરી પણ થાય છે. પરંતુ કેટલીક વખત ઈન્ટરનેશનલ ડ્યુટી કે કોઈ અંગતકારણોસર ઓક્શનમાં વેચાયા બાદ પણ આઈપીએલ સીઝનમાંથી પોતાનું નામ પરત લેવું પડે છે


શું કોઈ વેચાયા પછી IPL છોડી શકે છે?

સરળ ભાષામાં કહીએ તો, જવાબ હા છે  જેમાં આ વખતે ઓક્શનમાં વિદેશી ખેલાડીઓ કરતાં ભારતીય ખેલાડીઓ પસંદગી  કરવામાં  આવશે. સંદગી અને નામ પરત લેવાના વારંવારના કિસ્સાઓને કારણે, વિદેશી ખેલાડીઓ માટેના નિયમો હવે ઘણા કડક બની ગયા છે. 

વિદેશી ખેલાડીઓ માટે કડક નિયમ 

જો કોઈ વિદેશી ખેલાડી ઓક્શનમાં ખરીદાયા પછી સીઝન શરૂ થાય તે પહેલાં પોતાનું નામ પરત લે છે, તો તેના પર 2 સીઝનનો પ્રતિબંધ લાગશે.જો ખેલાડીના હોમ ક્રિકેટ બોર્ડ દ્વારા ચકાસાયેલી ઇજા અથવા મેડિકલ કન્ડિશન હોય તો જ છૂટ મળશે. વ્યક્તિગત કારણો અથવા વર્કલોડ મેનેજમેન્ટ માટે આ છૂટ નથી.

મિની ઓક્શનમાં ભાગ લઈ શકશે ?

આ નિયમો તાજેતરના કિસ્સાઓ જેવા કે હેરી બ્રુકના સતત બે વર્ષ નામ પરત લેવા પછી અમલમાં આવ્યા છે.બ્રુકને વ્યક્તિગત કારણો અને ઇંગ્લેન્ડની પ્રાથમિકતા માટે 2025માં નામ પરત લીધું હતું.જેના કારણે તે IPL 2026અને 2027માંથી બેન થયો છે.આ ફેરફારો કેમ જરૂરી હતા?ફ્રેન્ચાઇઝીઓએ વારંવાર ફરિયાદ કરી હતી કે મોટા પૈસા ખર્ચીને ખેલાડી ખરીદ્યા પછી તેમનું અચાનક અનુપલબ્ધ થવું ટીમની વ્યૂહરચનાને ખોરવી નાખે છે.આનાથી ટીમોને રિપ્લેસમેન્ટ શોધવામાં મુશ્કેલી પડે છે અને લીગની વિશ્વસનીયતા પર અસર થાય છે. આ નિયમો ખેલાડીઓની પ્રતિબદ્ધતા વધારવા અને ફ્રેન્ચાઇઝીઓના હિતોનું રક્ષણ કરવા માટે છે.

IPL 2026 મિની ઓક્શન

આજે અબુ ધાબીમાં IPL2026 માટે મિની ઓક્શન યોજાશે,જેમાં આશરે 359 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. 10 ટીમો વચ્ચે કુલ 77 સ્લોટ્સ ભરવાના છે, જેમાં 31 વિદેશી ખેલાડીઓ માટે છે.આ માહિતી BCCIના અધિકૃત નિયમો અને તાજેતરના રિપોર્ટ્સ પર આધારિત છે.

આ પણ  વાંચો - IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story





  • Follow us on: