ઇન્ડિયન પ્રીમિયર લીગ મુકાબલાને લઈને નવી અપડેટ સામે આવી છે. માર્ચથી 31 મે દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 રમાશે તેવા સમાચાર સામે આવ્યા છે. આજે મીની ઓકશનમાં કોણ બાજી મારશે તે જાણવા ચાહકો અધીરા બન્યા છે. અબુ ધાબીમાં આજે ઈન્ડિયન પ્રીમિયર લીગનું મીની ઓકશન 2.30 વાગ્યે શરૂ થવાનું છે.


 T20 વર્લ્ડ કપ બાદ રમાશે IPL

લાખો ભારતીયોની આજે ઓકશન પર નજર છે. હરાજીમાં આજે IPLની 10 ફ્રેન્ચાઈઝી 77 ખેલાડીઓ માટે બોલી લગાવશે. ક્રિકેટ ચાહકો પણ પોતાના મનપસંદ ખેલાડીઓનો કઈ ટીમમાં સમાવેશ છે તે જાણવા આતુર બન્યા છે. જયારે 77 ખેલાડીઓ પણ કઈ ફ્રેન્ચાઈઝી ઊંચી બોલી લગાવી તેમને લેશે તેને લઈને ઉત્સાહિત છે.  BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સત્તાવાર તારીખો અને  સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું નથી. એવું ચર્ચાઈ રહ્યું છે કે આઈપીએલની 19મી સીઝન પુરુષોના T20 વર્લ્ડ કપના સમાપન પછી અંદાજે ત્રણ અઠવાડિયા પછી શરૂ થશે. જણાવી દીએ કે ભારત અને શ્રીલંકામાં  T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે.

 IPL અને પાકિસ્તાન સુપર લીગ વચ્ચે ટકરાવ

આ શેડ્યૂલની મોટી અસર એ થશે કે સતત બીજા વર્ષે, IPL અને પાકિસ્તાન સુપર લીગ (PSL) ની તારીખો ટકરાશે. PSL 2026 26 માર્ચથી 3 મે વચ્ચે સુનિશ્ચિત થયેલ છે, એટલે કે બંને લીગ એક જ સમયે ચાલશે. દરમિયાન, IPL ફ્રેન્ચાઇઝીઓએ નવેમ્બરના મધ્યમાં તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી. બધી ટીમો હવે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી IPL 2026 ની હરાજી માટે તૈયારી કરી રહી છે. આ હરાજી માટે કુલ 369 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે

  • Follow us on: