આઈસીસી વુમન્સ વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની બોલિંગથી લોકોને પ્રભાવિત કરનાર Kranti Goudને લોટરી લાગી છે. મધ્યપ્રદેશની રહેવાસી ક્રાંતિ ગૌડ મહિલા ક્રિકેટરને 1 કરોડ ઇનામની સીએમ મોહન યાદવ દ્વારા જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે દેશની દીકરીઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ ચેમપ્યિન બનવા મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, "ગઈકાલે રાત્રે આપણા રાજ્ય અને દેશની દીકરીઓએ ક્રિકેટમાં જે રીતે ધમાલ મચાવી તે માટે હું બધાને અભિનંદન આપવા માંગુ છું."


વર્લ્ડ ચેમ્પિયન બનવા પર આપી શુભેચ્છા

વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સીએમ મોહન યાદવે ટ્વીટ કરી ટીમને જીત બદલ શુભેચ્છા પાઠવી. ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું કે આ જીત એક ટીમવર્ક અને એક સફળ નેતૃત્વનું "ઉચ્ચતમ ઉદાહરણ" છે. અને એટલે જ અન્ય દિકરીઓને પ્રોત્સાહન મળે માટે ક્રાંતિ ગૌરને કરોડ રૂપિયાના ઇનામી સહાયની જાહેરાત કરી. ત્યારે ક્રાંતિ ગૌડને આ ખાસ ઇનામની જાહેરાત સાથે જ તેના પરીવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.  જણાવી દઈએ કે ક્રાંતિ ગૌર મધ્યપ્રદેશના મૂળ છતરપુર જિલ્લાના ઘુવારા ગામની વતની છે. 

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો

વર્લ્ડ ચેમ્પિયન બનવા પર ભારતમાં ઉજવણી અને જશ્નનો માહોલ છે. ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શનની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ટીમના ખેલાડીઓ પર અભિનંદન વર્ષા સાથે મોટા ખજાનો પણ ખૂલ્યો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઇએ ભારતીય મહિલા ટીમ માટે 51 કરોડ રૂપિયા ઇનામ આપવાનુ એલાન કર્યુ છે. ફાઈનલ જીત્યા બાદ બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ ઈનામ ફક્ત ક્રિકેટરો જ નહીં સપોર્ટ સ્ટાફ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે 2 નવેમ્બર 2025ના રોજ ભારતીય મહિલા ટીમે વિશ્વ વિજેતા બનવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ICC World Cupની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવી મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો.

ઐતિહાસિક સિદ્ધિમાં ક્રાંતિ ગૌડનું મહત્વનું યોગદાન

આ ઐતિહાસિક સિદ્ધિમાં ભારતીય મહિલા ટીમના બેટસમેનની સાથે હંમેશા ક્રાંતિ ગૌડને પણ લોકો યાદ કરશે. ક્રાંતિ ગૌડ ફક્ત એક શાનદાર બોલર જ નહીં સારી ફિલ્ડર પણ છે. પોતાના અદ્ભૂત ફિલ્ડીંગ પ્રદર્શન દ્વારા સાઉથ આફ્રિકાની ટીમને મોટા રનનો ખડકલો કરતા અટકાવી છે. Kranti Goud વર્લ્ડકપની ફાઈનલમાં 10 ઓવર નાખી અને 3 વિકેટ ઝડપી હતી. ક્રાંતિ ગૌડને બોલિંગ જબરજસ્ત રહી તેણે ગઈકાલના પ્રદર્શનમાં 3 મેઇડન ઓવર નાખી ફક્ત 20 રન આપ્યા. કહી શકાય કે સાઉથ ક્રિકેટરોને રન ચેઈઝથી અટકાવવા અને ચોગ્ગા-છગ્ગા મારતા અટકાવવાનો યશ ક્રાંતિ ગૌડને આપી શકાય.


  • Follow us on: