ભારતીયો ક્રિકેટ અને ફિલ્મોના શોખીન છે. હાલમાં IPL 2026 સિઝન ચાલી રહી છે. આ વર્ષની IPL ક્રિકેટર રસિયાઓ માટે ખૂબ ફેવરિટ રહી. આઈપીએલમાં રોમાંચક મેચ જ નહી ચમત્કાર પણ જોવા મળી રહ્યો છે. ક્રિકેટની રમતમાં ગયા ગુરુવારે રમાયેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ રોમાંચક અને ચમત્કારથી અદ્ભૂત હતી. આ મેચમાં છેલ્લી ચાર ઓવર અચૂક જોવી જોઈએ. 21 વર્ષના યુવા બેટર મુકુલ ચૌધરીએ મેદાન પર એવું તોફાન મચાવ્યું કે હારેલી બાજી પલટી નાખી અને KKR પાસેથી જીત છીનવી લીધી. મુકુલ ચૌધરીના આ શાનદાર પ્રદર્શનથી LSGના માલિક રમતના મેદાન પર ભાવુક થયા.  LSG ટીમના માલિકે ખુશ થઈ મુકુલ ચૌધરીને આપી 4 કરોડની મોંઘી ગિફ્ટ.


27 બોલમાં 54 રન: મુકુલની મેચ વિનિંગ ઇનિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા લખનૌ સામે 182 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે KKR આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ મુકુલ ચૌધરીના ઈરાદા કંઈક અલગ જ હતા. મુકુલે માત્ર 27 બોલમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. છેલ્લી ચાર ઓવરમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી અને છેલ્લા બોલ પર ટીમને રોમાંચક વિજય અપાવ્યો. આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

સંજીવ ગોયેન્કા આપશે ₹4.10 કરોડની મર્સિડીઝ

મુકુલની આ શાનદાર ઇનિંગથી લખનૌ ટીમના માલિક સંજીવ ગોયેન્કા અત્યંત ગદગદિત થઈ ગયા હતા. મેચ બાદ તેમણે મુકુલને ગળે લગાવ્યો અને તેની આ સિદ્ધિ બદલ તેને મર્સિડીઝ-બેન્ઝ મેબેક GLS (Mercedes-Benz Maybach GLS) લક્ઝરી કાર ભેટમાં આપવાની જાહેરાત કરી છે. આ પ્રીમિયમ કારની કિંમત આશરે ₹4.10 કરોડ જેટલી છે. કેપ્ટન ઋષભ પંતે પણ મુકુલના વખાણ કરતા આ ઇનિંગને 'અવિશ્વસનીય' ગણાવી હતી.

પિતાની પ્રતિજ્ઞા અને મુકુલનો સંઘર્ષ

રાજસ્થાનના ઝુનઝુનુના રહેવાસી મુકુલ ચૌધરીએ મેચ બાદ એક ભાવુક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના પિતાએ તેના જન્મ પહેલા જ તેને ક્રિકેટર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. પિતાના આ સપનાને પૂરું કરવા માટે મુકુલે સખત મહેનત કરી છે અને આજે તે આઈપીએલના મંચ પર ચમકી રહ્યો છે.

પોઈન્ટ ટેબલમાં LSGની સ્થિતિ

આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સ હવે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. લખનૌએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી બેમાં જીત મેળવીને 4 પોઈન્ટ મેળવ્યા છે. ખાસ વાત એ છે કે LSG બંને મેચમાં હારની નજીક હોવા છતાં વિજય મેળવવામાં સફળ રહી છે, જે ટીમનો મજબૂત આત્મવિશ્વાસ દર્શાવે છે.


આ પણ વાંચો : Vaibhav Suryavanshi Record: વૈભવ સૂર્યવંશીની ઘાતક ઈનિંગ, 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

  • Follow us on: