ભારતના સ્ટાર ક્રિકેટર નીતિશ રાણા પિતા બન્યા છે. તેની પત્ની સાચી મારવાહે જુડવા પુત્રોને જન્મ આપ્યો છે. સાચીએ પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
તેને આ પોસ્ટમાં લખ્યું છે કે આ સ્ટોરી એક ટ્વિસ્ટ જેવી છે અને તેને તેના વિશે વિચાર્યું પણ ન હતું. નીતિશ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે અને અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ પણ કરી ચૂક્યો છે.
સાચી મારવાહે શેર કરી તસવીર
સાચીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું છે કે 'અમારા હંમેશાના ટેટૂથી લઈને જુડવા પુત્રો સુધી... પ્લોટ ટ્વિસ્ટ જેની અમને અપેક્ષા ન હતી. તે જ તારીખ (14.06.25)... તે જ આપણે... ફક્ત બે નાના બાળકો જોડાઈ ગયા છે.' સાચીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ બંને પુત્રોનો જન્મ 14 જૂને થયો હતો. સાચીએ IPL 2025 દરમિયાન કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે દરમિયાન તે પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે.
અનેક ક્રિકેટરોએ આપી પાઠવ્યાં અભિનંદન
નીતિશે 18 ફેબ્રુઆરી 2019 ના રોજ સાચી સાથે લગ્ન કર્યા. સાચી એક ઈન્ટિરિયર ડિઝાઈનર અને કોમેડિયન અભિષેક કૃષ્ણાની બહેન છે. સાચીની પોસ્ટ પર પણ ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી છે. રિષભ પંતની બહેન સાક્ષી પંતે લખ્યું છે કે 'હું વચન આપું છું કે હું એવી ફંઈ બનીશ જે દરેક બાળક જેનું સ્વપ્ન જુએ છે, નાની ખુશીના આગમન પર અભિનંદન.'
ક્રિકેટર રમણદીપ સિંહે પણ દિલ બનાવીને પ્રતિક્રિયા આપી છે. વેંકટેશ ઐયરે લખ્યું છે કે પાજીને અભિનંદન. તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારા પીયૂષ ચાવલાએ લખ્યું છે કે તમને અને નીતિશને અભિનંદન, અમારા ક્લબમાં આપનું સ્વાગત છે. રાજસ્થાન રોયલ્સે પણ નીતિશ અને સાચીને અભિનંદન આપ્યા છે. રાજસ્થાને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનની સ્ટાઈલમાં લખ્યું - યસ ઈઝ અ ટૂ. રાહુલ તેવતિયા, રોબિન ઉથપ્પાની પત્ની શીતલ, મોહસીન ખાને પણ નીતિશ અને સાચીને અભિનંદન આપ્યા.
નીતિશ રાણાનું ઈન્ટરનેશનલ કરિયર
નીતિશે અત્યાર સુધી ભારત માટે એક વનડે અને બે T20 રમ્યો છે. વનડેમાં તેના નામે 7 રન અને T20 માં 15 રન છે. નીતિશ રાણાએ તેના કરિયરમાં ત્રણ ઈન્ટરનેશનલ મેચ 2021માં શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમી છે. તે આઈપીએલમાં 118 મેચમાં રમી ચૂક્યો છે અને 136.77ના સ્ટ્રાઈક રેટથી 2853 રન બનાવી ચૂક્યો છે, જેમાં 20 અડધી સદી સામેલ છે.