જ્યારે પણ વિશ્વ અને ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓની વાત કરવામાં આવે છે, ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અથવા શુભમન ગિલના નામ પહેલા આવે છે. જોકે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી મોઈન અલીનો મત થોડો અલગ છે.
મોઈન અલીએ કેએલ રાહુલના વખાણ ક્યા
મોઈન અલીએ એક પોડકાસ્ટ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ વિશે વાત કરી હતી. ભૂતપૂર્વ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરે કેએલ રાહુલનો ઉલ્લેખ કર્યો હતો અને સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે તે કેએલને વિશ્વના બેસ્ટ ખેલાડીઓમાંનો એક માને છે. રાહુલે ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં પોતાના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત કર્યો હતો અને પોતાને બેસ્ટ ઓપનિંગ બેટ્સમેનોમાંના એક તરીકે સાબિત કર્યો હતો.
કેએલ રાહુલે ઇંગ્લેન્ડ સામે બે સદી ફટકારી હતી
વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી, કેએલ રાહુલ ટેસ્ટ ટીમનો સૌથી અનુભવી બેટ્સમેન હતો. તેની પાસે મોટી જવાબદારી હતી અને તેણે બિલકુલ નિરાશ ન કર્યો. ઇંગ્લેન્ડ સામે 5 મેચ રમીને રાહુલે 532 રન બનાવ્યા. તેણે 53.20 ની સરેરાશથી 2 સદી અને 2 અડધી સદી ફટકારી. રાહુલે સમગ્ર સીરીઝ દરમિયાન ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યો.
કેએલ રાહુલ ફરી ક્યારે સફેદ જર્સીમાં જોવા મળશે?
ટેસ્ટ સીરીઝના સમાપન પછી, થોડા સમય માટે કોઈ સીરીઝ નહીં હોય. ટીમ ઈન્ડિયા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટેસ્ટ મેચ રમશે નહીં. ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની સીરીઝ યોજાવાની છે. તેમાં કેએલ રાહુલ જોવા મળી શકે છે. રાહુલે ઇંગ્લેન્ડમાં જે રીતે બેટિંગ કરી છે, જો તે વેસ્ટ ઈન્ડિઝમાં પણ આવું જ પ્રદર્શન કરે તો તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ.













