લોર્ડસના મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના સ્ફોટક ખેલાડી સર રવીન્દ્ર જાડેજાએ કઈક એવી હરકત કરી કે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ અને દર્શકો આ હરકત જોતાં જ રહી ગયા.


લોર્ડ્સના મેદાનમાં મજાક મસ્તી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ ટેસ્ટ શ્રેણી હાલ ઇંગ્લેન્ડના ઘર આંગણે ચાલી રહી છે જ્યાં હાલ બંને ટીમના ખેલાડીઓ જોરદાર પરફોર્મન્સ કરી રહ્યા છે ત્યારે લોર્ડસ ખાતે ગઈકાલથી શરૂ થયેલ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યા બાદ યજમાન ટીમના સ્ફોટક ખેલાડીએર શાનદાર 99 રન ફટકાર્યા હતા. જો રૂટ જ્યારે 99 રન પર રમી રહ્યો હતો ત્યારે લોર્ડસના મેદાન પર  કઈક એવું થયું કે બધા પેટ પકડીને હસવા લાગ્યા.

જાડેજાએ જો રૂટને ચીડવ્યો

ક્રિકેટ જગતના વિશ્વ પ્રખ્યાત લૉર્ડસના મેદાન ખાતે ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જો રૂટ શાનદાર 99 રન અને બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ પેવેલિયન તરફ પરત ફર્યા હતા. જો કે આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે બાદ યજમાન ટીમે પ્રથમ દાવની રમતમાં 4 વિકેટના ભોગે 251 રન બનાવવામાં સફળતા મેળવી હતી. આ રસપ્રદ મેચમાં ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જો રુટ તેમની સદીથી એક રન દૂર 99 રન સુધી પહોંચી ગયા હતા તે દરમિયાન જાડેજાએ જો રૂટને ચીડવ્યો હતો જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

જાડેજા એ ઈશારો કરીને મજાક કરી

રવીન્દ્ર જાડેજાએ જો રુટ સાથે હળવા અંદાજમાં કરેલી એક મજાક મસ્તીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે 99 રન પર રમી રહેલ જો રુટ રવીન્દ્ર જાડેજા તરફ બોલ ફટકારીને રન લેવા ભાગે છે ત્યારે એક રન તો સફળતાથી લઈ લે છે પરંતુ બીજા રન માટે ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે જાડેજા રુટ ને બીજા રન માટે ભાગવા માટે ઈશારો કરીને મજાક કરે છે. જાડેજા જમીન પર બોલ મૂકીને રૂટને ભગવા માટે મજાકમાં ઈશારો કરે છે.


  • Follow us on: