ઇન્ડિયન ક્રિકેટર રોહિત શર્મા હાલમાં ફરી ચર્ચામાં છે. આ વખતે તે તેની બેટને કારણે નહીં, પરંતુ તેની બ્રાન્ડ ન્યૂ ટેસ્લા કારને કારણે. રોહિત શર્માએ હાલમાં જ નવી ટેસ્લા મોડલ Y કાર ખરીદી છે. તે હાલમાં જ સીએટ ક્રિકેટ અવોર્ડ્સ શોમાં મુંબઈમાં આ કારમાં જોવા મળ્યો હતો. એ સમયે તેની હાજરીને કારણે સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયો છે. આ વીડિયો ઇલોન મસ્ક સુધી પહોંચી ગયો છે.


એક સ્ટારની સ્ટાઇલિશ કારમાં વાઇરલ મોમેન્ટ

રોહિત શર્માની સ્ટાઇલિશ કારમાં એન્ટ્રી એક સેલિબ્રિટી મોમેન્ટ હતી.ટેસ્લા માટે આ એક ઓર્ગેનિક માર્કેટિંગ થઈ ગઈ છે આ વિષે એક ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે આજ કારણ છે કે ટેસ્લા દ્વારા એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી પડતી.રોહિત શર્માએ હાલમાં જ મોડલ Y કાર ખરીદી છે.’રોહિત શર્માના 45 મિલિયન ફોલોઅર્સ છે અને તેની આ એક ડ્રાઇવને કારણે તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ઇલોન મસ્ક દ્વારા આ વીડિયોને રિટ્વિટ કર્યો 

ઇલોન મસ્ક દ્વારા આ વીડિયોને રિટ્વિટ કરવામાં આવતાં જ ટેસ્લા માટે એ સેન્ચુરી બની ગઈ હોય એવું લાગે છે. સેલિબ્રિટી જ્યારે પણ કાર ખરીદે છે ત્યારે તેની અસર કેટલી પડે છે એ આ દ્વારાજોઈ શકાય છે. રોહિત શર્માની કાર ખરીદવી ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ દુનિયાભરમાં કાર કંપની પર અસર પડી રહી છે.

રોહિત શર્મા પાસે કઈ કઈ કાર છે?

રોહિત શર્માનો કાર પ્રત્યેનો પ્રેમ જાણીતો છે.એક વાર તેના ભાઈ કાર પર સ્ક્રેચ પાડી લાવ્યો હતો ત્યારે તેણે જાહેરમાં તેના પર ગુસ્સો કર્યો હતો.તેની પાસે મર્સિડીઝ બેન્ઝ G-ક્લાસ,BMW 7 સિરીઝ,ઓડી Q7 અને રેન્જ રોવર છે. હવે તેણે તેના ગેરેજમાં ટેસ્લાનો પણ સમાવેશ કર્યો છે એનો નંબર 264.આ નંબર તેનો વન-ડેમાં હાઇએસ્ટ છે અને એથી તેણે એ નંબર લીધો હતો

ઓસ્ટ્રેલિયા સામે મળશે

જોવા વન-ડે ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તે ટેસ્લા સાથે પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો છે. આ મેચમાં તેની સાથે વિરાટ કોહલી પણ જોવા મળશે. આ સિરીઝમાં શુભમન ગિલ કેપ્ટન હશે. રોહિત અને વિરાટ સ્પેશિયલ બેટ્સમેન તરીકે મેચ રમશે.



  • Follow us on: