પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે ઈફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીની વારસો પૂર્ણ ન કરી શકાય.


આ માટે તેમને પટૌડી વારસાને અકબંધ રાખવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. પહેલી મેચ હેડિંગ્લી ખાતે રમાશે.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીના નામથી ઓળખાશે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવનારી ટેસ્ટ સિરીઝનું નામ તેંડુલકર-એન્ડરસન ટ્રોફી રાખવામાં આવ્યું છે. આ પહેલા બંને વચ્ચે રમાતી આ સિરીઝ પટૌડી ટ્રોફીના નામથી ઓળખવામાં આવતી હતી. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ પટૌડી ટ્રોફી માટે રમવામાં આવતી હતી. તેનું નામ ઈખ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીના નામ પરથી રાખવામાં આવ્યું છે. માર્ચમાં ECBએ પટૌડી પરિવારને લખ્યું હતું કે તે આ ટ્રોફીને રિટાયર કરવા માગે છે. પરંતુ હવે પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની માગ છે કે પટૌડીનો વારસો પૂર્ણ ન થવો જોઈએ.

સચિન તેંડુલકર કરી આ માગ

મીડિયા રિપોર્ટ મુજબ સચિન તેંડુલકરે તેની વિનંતી કર્યા બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. સચિન તેંડુલકરનું માનવું છે કે પટૌડીનો વારસો પૂર્ણ ન કરી શકાય. તેને જાળવી રાખવા માટે સચિન તેંડુલકરે BCCI અને ECBના અધિકારીઓ સાથે વાત કરી છે.


મીડિયા રિપોર્ટ મુજબ ઈસીબી અધિકારીઓ આ નિર્ણયની પુષ્ટિ કરી છે કે પટૌડીનો વારસો અકબંધ રહેશે. અધિકારીઓએ કહ્યું કે હા, ભારત સિરીઝમાં પટૌડી લિંકને જાળવી રાખવા માટે એક પુષ્ટિ થયેલી યોજના છે. એવું માનવામાં આવે છે કે દિવંગત એમએકે પટૌડીના નામ પર એત મેડલ રાખવામાં આવશે, જે સિરીઝ જીતનાર ટીમના કેપ્ટનને આપવામાં આવશે. જ્યારે સચિન તેંડુલકરના ફેન્સ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર આના જોરદાર વખાણ થઈ રહ્યા છે. કેટલાક ફેન્સ ખેલાડીના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થઈને કહી રહ્યા છે કે એક જ દિલ છે કેટલી વાર જીતશો.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફી લોન્ચ કાર્યક્રમ સ્થગિત

મીડિયા રિપોર્ટ મુજબ તેંડુલકર-એન્ડરસન ટ્રોફી લોન્ચ કાર્યક્રમ 14 જૂન એટલે શનિવાર થવાનો હતો. પરંતુ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની સંમતિ સાથે આ કાર્યક્રમને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રોફીનું અનાવરણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ફાઈનલ બાદ થવાનો હતો.


  • Follow us on: