દક્ષિણ આફ્રિકા સામેની આગામી મર્યાદિત ઓવરની સીરિઝ પહેલા, સ્ટાર ખેલાડી સંજુ સેમસન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સંજુને આગામી ઘરેલુ ટુર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કેરળે તાજેતરમાં આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. IPL 2026 પહેલા, સંજુ સેમસન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધૂમ મચાવતો જોવા મળશે. સંજુ આ ટુર્નામેન્ટમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.


સંજુ સેમસનના ભાઈનો પણ ટીમમાં સમાવેશ

સંજુ સેમસનના ભાઈ સેલી સેમસનને પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કેરળની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ભાઈઓ અગાઉ કેરળ ક્રિકેટ લીગમાં સાથે રમ્યા હતા. સેલી સેમસન કેરળ ક્રિકેટ લીગની સીઝન 2 માં કોચી બ્લુ ટાઇગર્સ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેમણે તે ટુર્નામેન્ટમાં બેટ્સમેન અને કેપ્ટન બંને તરીકે સારું પ્રદર્શન કર્યું.

વિગ્નેશ પુથુર અને વિષ્ણુ વિનોદ પણ કેરળ ટીમનો ભાગ 

સેમસન ભાઈઓ ઉપરાંત, અહેમદ ઈમરાનને કેરળ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને ટુર્નામેન્ટ માટે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર વિગ્નેશ પુથુર અને વિષ્ણુ વિનોદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. KCLની છેલ્લી બે સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર અખિલ સ્કેરિયા પણ ટીમનો ભાગ છે. જોકે, સચિન બેબી ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.

કેરળ તેની પહેલી મેચ ઓડિશા સામે રમશે.

કેરળને ગ્રુપ Aમાં ચંદીગઢ, ઓડિશા, વિદર્ભ, રેલ્વે, આંધ્રપ્રદેશ અને મુંબઈ સાથે રાખવામાં આવ્યું છે. સંજુ સેમસનની ટીમ ટુર્નામેન્ટની પહેલી મેચ 26 નવેમ્બરે ઓડિશા સામે રમશે અને કેરળની બધી મેચ લખનૌમાં રમાશે. કેટલાક ખેલાડીઓ 23 નવેમ્બરે લખનૌ જવા રવાના થશે. બાકીના ખેલાડીઓ ઈન્દોરથી લખનૌ પહોંચશે, જ્યાં કેરળે મધ્યપ્રદેશ સામે તેની છેલ્લી રણજી ટ્રોફી મેચ રમી હતી.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માટે કેરળની ટીમઃ સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર),રોહન કુન્નુમલ, મોહમ્મદ અઝહરુદ્દીન,અહેમદ ઈમરાન (વાઈસ-કેપ્ટન),વિષ્ણુ વિનોદ (વિકેટકીપર),ક્રિષ્ના દીવાન,અબ્દુલ બાજીથ,સેલી સેમસન,સલમાન નિઝાર,ક્રિષ્ના અકબીન શર્મા,ક્રિષ્ના પ્રસાદ,અબ્દુલ બાજીથ,સેલી સેમસન,અકબીન શર્મા,એન.નારાયણન,આસિફ કેએમ,એમડી નિધીશ,વિગ્નેશ પુથુર,શરાફુદ્દીન એન.એમ.


  • Follow us on: