એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગલુરુએ 5 વિકેટે જીત મેળવી. આ સિઝનમાં બેંગલુરુની પાંચમી જીત અને ગુજરાતની ત્રીજી હાર રહી. મેચમાં ગુજરાત ટાઇટન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા. જો કે સ્કોર સારો લાગતો હતો, પરંતુ 17થી 19 ઓવર દરમિયાન ટીમ ફક્ત 17 રન જ બનાવી શકી, જે હારનું મોટું કારણ બન્યું.
શું બોલ્યા શુભમન ગિલ?
પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશનમાં ગિલે કહ્યું કે, “16થી 19 ઓવરમાં અમે કોઈ બાઉન્ડરી મારી શક્યા નહીં અને અપેક્ષા મુજબ રન બનાવી શક્યા નહીં. એ ત્રણ ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા.”













