ગુજરાતના કેપ્ટન ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સર્વિસેઝ ટીમ સામે તોફાની સદી ફટકારી છે. આ ઇનિંગમાં ઉર્વિલે છગ્ગા-ચોગ્ગાના રન ગણવામાં આવે તો 108 રન થાય છે.આ ઇનિંગ જોઈને એમએસ ધોની અને ચેન્નઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ પણ ખુશ થશે, કેમ કે તેઓએ ઉર્વિલ પટેલને આગામી એડિશન માટે રિટેન કર્યો છે.
ગુજરાત અને સર્વિસેઝ મેચ રમાઈ હતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગ્રુપ સ્ટેજની મેચ નંબર 3 જિમખાના ગ્રાઉન્ડ પર ગુજરાત અને સર્વિસેઝ વચ્ચે રમાઈ હતી. ગુજરાતના કેપ્ટન ઉર્વિલ પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા સર્વિસેઝે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યાં. ગૌરવ કોચરે 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગુજરાતને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટી20માં નાનો ટાર્ગેટ કહી શકાય નહીં, પરંતુ આર્ય દેસાઈ અને કેપ્ટન ઉર્વિલ પટેલની પાર્ટનરશીપે તેને નાનો બનાવી દીધો. આર્ય દેસાઈએ 35 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યાં













