ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)એ રણજી ટ્રોફી 2025-26 સીઝન માટે મનન હિંગરાજીયાને ગુજરાત રણજી ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા છે.આ નિમણૂક 10 ઓક્ટોબર, 2025ના રોજ જાહેર કરવામાં આવી, જે ટીમના પ્રથમ મેચ – અસમ વિરુદ્ધ થી માત્ર પાંચ દિવસ પહેલાંની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડ-એ પર 15થી 18 ઓક્ટોબર સુધી રમાશે આ મેચ, જે એલિટ ગ્રુપ સીનું ભાગ છે. અગાઉની સીઝનમાં ગુજરાત સેમિફાઈનલ સુધી પહોંચી હતી, અને આ વખતે નવા કેપ્ટનના નેતૃત્વમાં ટીમ ટાઈટલ જીતવાનો લક્ષ્ય રાખે છે.


હિંગરાજીયાની કેપ્ટન તરીકે નિમણૂક

નિમણૂકન પાછળનું કારણ અને અપેક્ષાઓમનન હિંગરાજીયાની કેપ્ટન તરીકે નિમણૂક ટીમમાં યુવાન ભરતી અને અનુભવના મિશ્રણને કારણે કરવામાં આવી છે. GCAએ તેમને તેમની આક્રમક લીડરશિપ, બેટિંગ ક્ષમતા અને ટીમ મેનેજમેન્ટના કુશળતા માટે પસંદ કર્યા છે. અગાઉ ચિંતન ગાજા કેપ્ટન હતા, પરંતુ આ સીઝન માટે નવી રણનીતિ અપનાવીને મનનને જવાબદારી સોંપવામાં આવી છે. ઉમંગ કુમાર વાઈસ-કેપ્ટન તરીકે નિમિત્ત થયા છે. ટીમના કોચ અને અન્ય અધિકારીઓ માને છે કે મનનનું નેતૃત્વ ટીમને વધુ આક્રમક અને વિજયી બનાવશે આ નિમણૂકથી ગુજરાત ક્રિકેટમાં નવી આશા જાગી છે.ગુજરાતે 2016-17માં પોતાની પ્રથમ અને એકમાત્ર રણજી ટાઈટલ જીતી હતી.

મનનની કેપ્ટન તરીકે પહેલી મોટી જવાબદારી 

કેપ્ટનની પ્રોફાઈલમનન હિંગરાજીયા જન્મ 14 જુલાઈ 1999 અમદાવાદ થયો હતો ગુજરાતના ઉભરતા સ્ટાર છે જે મુખ્યત્વે લેફ્ટ-હેન્ડેડ બેટ્સમેન તરીકે જાણીતા છે.તેઓ ગુજરાત અંડર-19 અને અંડર-23 ટીમો માટે પણ રમી ચૂક્યા છે.તેમનું કારકિર્દી શરૂઆતથી જ ઉત્કૃષ્ટ રહી છે અને તેઓ IPLમાં પણ રમવાની તક મેળવી ચૂક્યા છે મનનની કેપ્ટન તરીકે પહેલી મોટી જવાબદારી રણજી ટ્રોફીમાં મળી રહી છે.જે તેમના કારકિર્દીમાં નવો માઈલસ્ટોન છે.

 ગુજરાતની ટીમમાં અનુભવી ખેલાડી

ગુજરાત રણજી ટીમની સ્ક્વોડ અને અપેક્ષિત રણનીતિ ગુજરાતની ટીમમાં અનુભવી ખેલાડીઓ જેમ કે પ્રિયાંક પંચાલ, હેત પટેલ, ચિંતન ગાજા અને નવા યુવાનો જેમ કે આર્યા દેસાઈનો સમાવેશ છે. અસમ વિરુદ્ધની મેચમાં ટીમ પિચના સ્વભાવને ધ્યાનમાં રાખીને બેટિંગ પહેલી કરવા પર ભાર મૂકશે. મનનનું નેતૃત્વ ટીમને વધુ એકતા અને આત્મવિશ્વાસ આપશે, જે રણજીના લાંબા મેચોમાં મહત્વનું છે.


  • Follow us on: