રવિવારના રોજ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ભારતીય ટીમ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું.એલિસાએ માત્ર 107 બોલનો સામનો કરીને 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 142 રન બનાવ્યા.એલિસાની ધમાકેદાર ઇનિંગ્સને કારણે,કાંગારૂઓએ એક ઓવર બાકી રહેતા 331 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.


T20 વર્લ્ડ કપ 2020 ની ફાઇનલ કોણ ભૂલી શકે

આ પહેલીવાર નથી જ્યારે એલિસા હીલીએ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો ઉભો કર્યો હોય.મહિલા T20 વર્લ્ડ કપ 2020 ની ફાઇનલ કોણ ભૂલી શકે,જ્યાં એલિસાની ધમાકેદાર 75 રનની ઇનિંગે ભારતની ટાઇટલ જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું? એલિસાને ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેનોમાંની એક માનવામાં આવે છે. તેણીએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સાથે બે ODI વર્લ્ડ કપ અને છ T20 વર્લ્ડ કપ જીત્યા છે.

ભારત સામે શાનદાર પ્રદર્શન

જમણા હાથની બેટ્સમેન એલિસા હીલીએ ભારત સામે બે ટેસ્ટ મેચમાં 26.25ની સરેરાશથી 105રન બનાવ્યા છે.ભારત સામે 20 મહિલા વનડે મેચમાં,એલિસાએ 44.23 ની સરેરાશથી 752 રન બનાવ્યા છે.એલિસાએ ભારત સામે મહિલા વનડે મેચમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.મહિલા ટી20 મેચમાં એલિસાએ ભારત સામે 29 મેચમાં 25.13ની સરેરાશથી 578 રન બનાવ્યા છે,જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.

એલિસા હીલીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

એલિસા હીલી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે.એલિસાએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ માટે 10 ટેસ્ટ 121 વનડે અને 162 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.ટેસ્ટ ક્રિકેટમાં તેણે 30.56ની સરેરાશથી 489 રન બનાવ્યા છે.જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.મહિલા વનડેમાં તેણીએ 35.15ની સરેરાશથી 3445 રન બનાવ્યા છે.જેમાં છ સદી અને 18અડધી સદીનો સમાવેશ થાય છે.મહિલા ટી20આંતરરાષ્ટ્રીય મેચોમાં,એલિસાએ 25.45ની સરેરાશથી 3054 રન બનાવ્યા છે,જેમાં એક સદી અને 17અડધી સદીનો સમાવેશ થાય છે.

મિશેલ સ્ટાર્કની પત્ની છે

35 વર્ષીય એલિસા હીલી ઓસ્ટ્રેલિયન મહાન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની પત્ની છે.સ્ટાર્કે પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે.35 વર્ષીય સ્ટાર્કે ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ સાથે ચાર આઈસીસી ટાઇટલ પણ જીત્યા છે.આમાં બે ઓડીઆઈ વર્લ્ડ કપ એક ટી20 વર્લ્ડ કપ અને એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલનો સમાવેશ થાય છે.

મિશેલ સ્ટાર્કે કેટલી વિકેટ લીધી?

મિશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 100 ટેસ્ટ,127વનડે અને 65 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.ટેસ્ટ ક્રિકેટમાં,સ્ટાર્કે 29.02ની સરેરાશથી ૪૦૨ વિકેટ લીધી છે,જેમાં 16 પાંચ વિકેટનો સમાવેશ થાય છે.વનડેમાં સ્ટાર્કે 23.40ની સરેરાશથી 244 વિકેટ લીધી છે.સ્ટાર્કે તાજેતરમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.તેણે 65 આંતરરાષ્ટ્રીય મેચોમાં 79 વિકેટ લીધી છે.


  • Follow us on: