ઝહીર ખાનને ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંના એક ગણવામાં આવે છે.2011ના ODI વર્લ્ડકપમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને તે ટૂર્નામેન્ટમાં શાહિદ આફ્રિદી સાથે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.ઝહીર ભારત માટે સતત 14 વર્ષ સુધી રમ્યો.તેની બોલિંગે વિરોધી બેટ્સમેનોમાં ડર પેદા કર્યો.હવે ઝહીર ખાન ભારતીય ટીમના બોલિંગ કોચ બની શકે છે. BCCI એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


ઝહીર ખાન યુવા બોલરોને પ્રભાવિત કરશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલરોની આગામી પેઢીને તૈયાર કરવા માટે ઝહીર ખાનનો સંપર્ક કર્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર,ઝહીર ખાન માર્ચના પહેલા અઠવાડિયામાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે એક ખાસ તાલીમ શિબિરનું આયોજન કરશે. BCCI એ 9 ફેબ્રુઆરીએ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ માટે ફાસ્ટ બોલિંગ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. તેથી, બોર્ડ ઝહીર ખાનને આ જવાબદારી આપવાનું વિચારી રહ્યું છે.કારણ કે ટ્રોય કુલીનો સેન્ટર ઓફ એક્સેલન્સમાં કાર્યકાળ ડિસેમ્બરમાં જ સમાપ્ત થઈ ગયો હતો.

ઝહીર ખાન કોચ બનવા માટે ઉત્સુક

એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે,ઝહીર કોચિંગ ભૂમિકાઓ નિભાવવા માટે ખૂબ જ ઉત્સુક છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે સંકળાયેલો છે અને માને છે કે તે આગામી પેઢીના ક્રિકેટરોને મદદ કરી શકે છે. તે એક સારો સંકેત છે કે તેના કદના ઝડપી બોલરે BCCI કાર્યક્રમોમાં રસ દાખવ્યો છે. ઝહીર અગાઉ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને L&T માટે કોચ અને માર્ગદર્શક તરીકે કામ કરી ચૂક્યો છે. ભારતીય ટીમ પાસે હાલમાં ખૂબ ઓછા ઝડપી બોલિંગ વિકલ્પો છે.પરિણામે, બોર્ડ ભવિષ્ય માટે નવા ઝડપી બોલરો વિકસાવવા માટે કામ કરી રહ્યું છે.

શું ગૌતમ ગંભીરના મિત્રને બરતરફ કરવામાં આવશે?

રાહુલ દ્રવિડની જેમ ઝહીર ખાન પણ પહેલા સેન્ટ્રલ ઓફ એક્સેલન્સમાંથી ભારતીય કોચિંગ ભૂમિકામાં પ્રવેશ કરી શકે છે. આ કિસ્સામાં, તે ભવિષ્યમાં ભારતીય ટીમનો બોલિંગ કોચ પણ બની શકે છે. હાલમાં, ભારતીય બોલિંગ કોચ ગૌતમ ગંભીરના જૂના મિત્ર મોર્ને મોર્કેલ છે. ઝહીર ખાનના આગમન સાથે, મોર્કેલને ભારતીય ટીમમાંથી દૂર કરી શકાય છે.

આ પણ  વાંચો - IND vs ENG: ક્યારે રમાશે સેમી ફાઈનલ, નોંધી લો મેચની તારીખ અને સમય


  • Follow us on: