વિરાટ કોહલીએ આજે જ એટલે કે 18 ઓગસ્ટ 2008થી પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી.પોતાની ડેબ્યુ મેચથી લઇને અત્યાર સુધી વિરાટ કોહલીએ ક્રિકેટમાં અનેક મોટાં કમાલ કર્યા છે.


52.27 ઇંનિગમાં 27,599 રન બનાવ્યા

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 550 ઇન્ટરનેશનલ મેચ રમી છે.આ દરમિયાન તેમણે 52.27 ઇંનિગમાં 27,599 રન બનાવ્યા છે. જેમાં 143 અડધી સદી અને 82 સદી સામેલ છે. વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 4 આઇસીસી ટ્રોફી જીતી છે. 2011માં વનડે વર્લ્ડ કપ, 2024 ટી20 વર્લ્ડ કપ, 2013 અને 2015માં ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો પાર્ટ રહ્યા છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

વિરાટ કોહલીએ આ 17 વર્ષોમાં વનડે વર્લ્ડ કપની સાથે સાથે ટી20 વર્લ્ડ કપમાં પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો છે. પોતાના ડેબ્યુ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા છે. કોઇ પણ ખેલાડી તેની આસપાસ પણ નથી. વિરાટ કોહલી પોતાના ડેબ્યુ બાદથી ઇન્ટરનેશનસ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી, સદી અને બેવડી સદી લગાવનાર બેટ્સમેન છે. આઇસીસી ટૂર્નામેન્ટમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે જ છે. 

  • Follow us on: