વનડે ક્રિકેટમાં એક સમય એવો હતો જ્યારે એક ઇનિંગમાં બેવડી સદી ફટકારવી એ સ્વપ્ન સમાન હતું. પાકિસ્તાનના સઈદ અનવર દ્વારા વનડેમાં બનાવવામાં આવેલ 194 રનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ સતત 17 વર્ષ સુધી રહ્યો હતો. વર્ષ 2010 સુધી કોઈ પણ ખેલાડી આ રેકોર્ડ સુધી પહોંચી શક્યો નહોતો. અંતે, ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વર્ષ 2010માં આ રેકોર્ડ તોડ્યો હતો. અત્યાર સુધીમાં 12 ક્રિકેટરોએ વનડેમાં 12 બેવડી સદી ફટકારી છે, જેમાં 5 ભારતીય બેટ્સમેનોનો સમાવેશ થાય છે. આ 12 બેવડી સદીઓમાંથી 7 સદી તો માત્ર ભારતીય બેટ્સમેનોએ જ બનાવી છે.


બેવડી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદી

રોહિત શર્મા (IND): 264 (સૌથી મોટો વ્યક્તિગત સ્કોર), શ્રીલંકા, 2014

માર્ટિન ગપ્ટિલ (NZ): 237*, વેસ્ટ ઈન્ડિઝ, માર્ચ 2015

અમેલિયા કેર (NZ): 232*, આયર્લેન્ડ, જૂન 2018

બેલિન્ડા ક્લાર્ક (AUS): 229* (પહેલી મહિલા), ડેનમાર્ક, ડિસેમ્બર 1997

વીરેન્દ્ર સેહવાગ (IND): 219, વેસ્ટ ઈન્ડિઝ, ડિસેમ્બર 2011

ક્રિસ ગેલ (WI): 215 (સૌથી ઝડપી), ઝિમ્બાબ્વે, ફેબ્રુઆરી 2015

ફખર ઝમાન (PAK): 210*, ઝિમ્બાબ્વે, જુલાઈ 2018

પથુમ નિસાંકા (SL): 210*, અફઘાનિસ્તાન, ફેબ્રુઆરી 2024

ઈશાન કિશન (IND): 210, બાંગ્લાદેશ, ડિસેમ્બર 2022

રોહિત શર્મા (IND): 209, ઓસ્ટ્રેલિયા, નવેમ્બર 2013

રોહિત શર્મા (IND): 208*, શ્રીલંકા, ડિસેમ્બર 2017

શુભમન ગિલ (IND): 208, ન્યુઝીલેન્ડ, જાન્યુઆરી 2023

ગ્લેન મેક્સવેલ (AUS): 201*, અફઘાનિસ્તાન, નવેમ્બર 2023

સચિન તેંડુલકર (IND): 200* (પહેલો પુરુષ ખેલાડી), દક્ષિણ આફ્રિકા, ફેબ્રુઆરી 2010

વનડે ક્રિકેટમાં સદી અને બેવડી સદીના રેકોર્ડ્સ

ઇંગ્લેન્ડના બેટ્સમેન જ્હોન એડ્રિચે ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચોની પહેલી અડધી સદી ફટકારી હતી. તેમણે 5 જાન્યુઆરી, 1971ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 82 રન બનાવ્યા હતા.ઇંગ્લેન્ડના જ બેટ્સમેન ડેનિસ એમિસ પહેલા ક્રિકેટર હતા જેમણે વનડે ક્રિકેટમાં પહેલી સદી ફટકારી હતી. તેમણે 24 ઓગસ્ટ, 1972ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટના ઇતિહાસની પહેલી સદી (103) બનાવી હતી.ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પહેલા પુરુષ ક્રિકેટર હતા જેમણે વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં પહેલી બેવડી સદી (200*) ફટકારી હતી.વનડે ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર રોહિત શર્માએ બનાવ્યો હતો. રોહિતે 13 નવેમ્બર, 2014ના રોજ વનડે ઇતિહાસનો સૌથી મોટો સ્કોર (264 રન) શ્રીલંકા સામે બનાવ્યો હતો.

આ પણ  વાંચો - Vijay Hazare Trophyમાંથી આયુષ બદોની થયો બહાર, ઇશાંત શર્માને મળી તક




  • Follow us on: