ટીમ ઇન્ડિયાએ વડોદારમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં ઉતરી નવા કેલેન્ડ વર્ષની શરૂઆત કરી દીધી છે. વડોદરામાં લગભગ 15 વર્ષ બાદ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે, જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ બધાની ખાસ નજર Ro-Ko પર રહેશે.
આદિત્ય અશોકને મોકો મળ્યો
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર આદિત્ય અશોકની ચર્ચા વધુ થઈ રહી છે.વડોદરા વન-ડેમાં આદિત્ય અશોકને મોકો મળ્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે જણાવ્યું કે, અશોક કીવી ટીમ તરફથી મુખ્ય સ્પિનર તરીકે રમી રહ્યો છે. અશોકે આ પહેલા ન્યુઝીલેન્ડ માટે બે વનડે અને એક ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.
ન્યુઝીલેન્ડમાં યુવા ખેલાડીની થઈ એન્ટ્રી
ભારત સામે પોતાની પહેલી મેચ રમી રહેલા આદિત્ય અશોક ન્યુઝીલેન્ડનો ઉભરતો સ્પિનર છે. 23 વર્ષીય આ સ્પિનરની સરખામણી પહેલાથી જ કિવી ટીમ માટે રમી ચૂકેલા ઇશ સોઢી સાથે થઈ રહી છે અને આ યુવા સ્પિનરને તેનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે.
કોણ છે આદિત્ય અશોક?
ન્યુઝીલેન્ડ તરફથી રમતા આદિત્ય અશોકનો જન્મ તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ રહેવા ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં આયોજિત 2020 અંડર-19 વર્લ્ડ કપમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યાના ત્રણ વર્ષ પછી તેણે 2023માં ન્યુઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો - Anushka Sharmaએ શુભમન ગિલને કહ્યો પોતાનો ફેવરિટ ખેલાડી, વિરાટ કોહલી વિશે કહી એક મોટી વાત