ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન શુભમન ગિલના ફેન્સ ખૂબ જ મોટા છે. બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. હવે અનુષ્કા શર્માએ વિરાટ કોહલી વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
અનુષ્કા શર્માએ યુવા ભારતીય કેપ્ટન શુભમન ગિલને તેના વર્તમાન પ્રિય ખેલાડી તરીકે નામ આપ્યું છે. આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
અનુષ્કા શર્મા શુભમન ગિલની છે ફેન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉભરતી બેટ્સમેન અનુષ્કા શર્મા તેના નામને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ ઘણીવાર તેને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સમજી લે છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે.
મીડિયા સાથે વાત કરતા અનુષ્કાએ શુભમન ગિલને પોતાનો પ્રિય ખેલાડી ગણાવતા કહ્યું કે "T20 વર્લ્ડકપ 2016 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીની ઈનિંગે મને આશ્ચર્યચકિત કરી દીધો. તેને આપણા માટે બેન્ચમાર્ક સેટ કર્યો, પછી ભલે તે ફિટનેસ હોય, માઈન્ડસેટ હોય, સ્કિલ હોય, કન્સિસ્ટેન્સી હોય, ડિટરમિનેશન હોય અને ગ્રિટ હોય - તેને બધી બાબતોમાં બેસ્ટ પ્રદર્શન કર્યું. શુભમન ગિલ હાલમાં મારો પ્રિય ક્રિકેટર છે."
અનુષ્કા શર્માનું WPLમાં કર્યું ડેબ્યૂ
22 વર્ષની અનુષ્કા શર્મા વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માં ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ ટીમનો ભાગ છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં યુપી વોરિયર્સ વિમેન્સ ટીમ સામે 146.67 ના સ્ટ્રાઈક રેટથી 30 બોલમાં 44 રન બનાવ્યા હતા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગે તેની ટીમને આખરે 10 રનથી જીત અપાવી હતી.
અનુષ્કા આ વિમેન્સ પ્રીમિયર લીગ સીઝનમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમ માટે પોતાનો દાવો મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. અનુષ્કા પહેલા બોલથી જ આક્રમક બેટિંગ કેવી રીતે કરવી તે જાણે છે. ભારતીય મહિલા ટીમ હાલમાં આવી બેટ્સમેનોની શોધમાં છે.
આ પણ વાંચો: Shubman Gillએ T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થવા પર મૌન તોડ્યું, કહ્યું- 'હું આ નિર્ણય...'