ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા રિષભ પંતને ઈજા થઈ હતી. મેચના એક દિવસ પહેલા પંત વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેને અચાનક દુખાવો થયો અને તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.
રિષભ પંતની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે, કારણ કે તે ટીમના સૌથી મહત્વપૂર્ણ સભ્યોમાંનો એક છે. હવે રિષભ પંતની ઈજાને લગતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગંભીર અને ગિલ તેને અવગણતા જોવા મળે છે. આનાથી ફેન્સ ગુસ્સે થયા છે.
ગંભીર અને ગિલે ઈજાગ્રસ્ત પંતને કર્યો ઈગ્નોર
પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રિષભ પંતને અચાનક પેટમાં દુખાવો થયો. દુખાવો સહન ન થતાં તે ઘૂંટણિયે પડી ગયો. સપોર્ટ સ્ટાફ તેને તપાસવા દોડી ગયો. પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ પાછળ ઉભા રહીને જોઈ રહ્યા હતા. રિષભ પંતની ઈજા છતાં બંનેએ ઈગ્નોર કર્યો અને તેમની વાતચીત ચાલુ રાખી. મુખ્ય સિલેક્ટર અજિત અગરકર પણ વાતચીતનો ભાગ હતા.
ફેન્સ થયા ગુસ્સે
ગૌતમ ગંભીર અને શુભમન ગિલનો ઈજાગ્રસ્ત રિષભ પંતને ઈગ્નોર કરવાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરી છે કે "ગંભીર વિચારી રહ્યો હશે કે તેમની જગ્યાએ ઘણા બધા ખેલાડીઓ છે. વાત કરવી મહત્વપૂર્ણ છે." આ સિવાય અન્ય એક ફેન કહી રહ્યો છે કે 'કોચ અને કેપ્ટન તરફથી આ ખૂબ જ ખરાબ વર્તન છે.'
રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલ ટીમમાં સામેલ
પહેલી વનડે મેચ પહેલા BCCIએ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રિષભ પંતને અચાનક જમણા પેટના ભાગમાં દુખાવો થયો હતો. તેને એમઆરઆઈ સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તે ઈજાગ્રસ્ત છે. પરિણામે તેને સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાં તેના સ્થાને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshiએ મચાવી ધૂમ, 50 બોલમાં ફટકાર્યા 96 રન