બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે સુરક્ષાકારણોસર ICCને અપીલ કરી હતી કે ભારતમાં મેચ રમવાને બદલે તેઓ શ્રીલંકામાં મેચો રમે. BCB એ ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતાં તેમની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી. BCBની આ માગને ICC એ ફગાવી દીધી છે. ઉપરાંત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના T20 વર્લ્ડ કપને લઈને આનાકાની સામે હવે ICCએ આકરા તેવર બતાવ્યા છે. BCBને ICCએ અલ્ટીમેટમ આપતા કહ્યું કે ભારતમાં શાંતિથી રમો નહીંતર ગંભીર પરિણામોનો સામનો કરો. બે દિવસમાં જ તમારો નિર્ણય લો.
ભારત નહીં શ્રીલંકામાં મેચ રમે, BCBની અપીલ
T20 વર્લ્ડ કપ શરૂ થતા જ પહેલાં જ ચર્ચામાં છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા T20 વર્લ્ડ કપ રમવા ભારત ના આવવા જુદી-જુદી રીતે કારણો આપવામાં આવી રહ્યા છે. BCBનો ભારત ના આવવાનો સતત આગ્રહ મોંઘો સાબિત થઈ શકે છે. BCB અને ICC વચ્ચેનો વિવાદ છેલ્લા બે સપ્તાહથી ચાલે છે. T20 વર્લ્ડ કપ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો વિવાદ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. IPL 2026 ટીમમાંથી બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યા પછી અચાનક જ BCBને ખેલાડીઓની સુરક્ષાનું ભાન થયું. BCB ની ખેલાડીઓને લઈને સુરક્ષા ચિંતાઓ વધી ગઈ અને ભારતમાં તેમના ખેલાડીઓને જોખમ છે તેવી ICCને અપીલ કરી હતી.
ICCનું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ
મુસ્તફિઝુર રહેમાનના વિવાદ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપને લઈને અવળચંડાઈ શરૂ કરી. BCB એ ભારતમાં સુરક્ષા ચિંતાઓ દર્શાવીને તેમની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી જેને ICC એ ફગાવી દીધી છે. ICC એ બાંગ્લાદેશને અંતિમ ચેતવણી આપી છે "ભારતમાં શાંતિથી રમો નહીંતર ગંભીર પરિણામોનો સામનો કરો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરવાનો ઇનકાર કરે છે, તો તેમના સ્થાને યુરોપિયન ટીમ સ્કોટલેન્ડની પસંદગી થઈ શકે છે.
બાંગ્લાદેશ કે અન્ય ટીમને ભારતમાં કોઈ ખતરો નથી, ICC
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડ કપ ભારતની બહાર ખસેડવા પર અડગ છે. ત્યારે ICCએ પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. શનિવારે ઢાકામાં ICC અને BCB બંને વચ્ચે આ મામલે બેઠક યોજાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં BCB એ સુરક્ષા કારણોસર, ખાસ કરીને સહ-યજમાન શ્રીલંકામાં, તેની મેચો ભારતમાં ખસેડવાની માંગને પુનરાવર્તિત કરી. BCB ખેલાડીઓને લઈને ટસ મસ ના થયું. ત્યારે એક સ્વતંત્ર સુરક્ષા એજન્સીએ ભારતમાં ખતરાના સ્તરને 'મધ્યમથી ઉચ્ચ' રાખવાની સલાહ આપી હતી. આ મુદ્દે ICC એ BCB ને કહ્યું છે કે બાંગ્લાદેશ ટીમ અથવા કોઈપણ ચોક્કસ ટીમ માટે કોઈ ચોક્કસ સુરક્ષા ખતરો નથી.
આ પણ વાંચો : IND vs NZ 3rd ODI : ઇન્દોરમાં 'ફાઈનલ' જંગ, શું ભારત જાળવી રાખશે અજેય રેકોર્ડ? જાણો Pitch Report