ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે,જેમાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે.કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સીરિઝ 2025માં દક્ષિણ આફ્રિકા સામે હતી,જ્યાં તેણે ત્રણમાંથી બે વનડેમાં સદી અને એકમાં અણનમ અડધી સદી ફટકારી હતી.હવે,દરેકને અપેક્ષા છે કે કોહલી ન્યૂઝીલેન્ડ સામે આગામી ત્રણ મેચની વનડે સીરિઝમાં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખશે.જો કોહલી સફળ થાય છે,તો તે ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકશે.
કોહલી પાસે પોન્ટિંગ અને સેહવાગને પાછળ છોડવાની તક
વનડે ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીનો બેટિંગ રેકોર્ડ નોંધપાત્ર છે.કોહલીએ કિવીઓ સામે કુલ 33 વનડે મેચ રમી છે,જેમાં તેણે 55.23 ની સરેરાશથી 1657 રન બનાવ્યા છે અને છ સદી ફટકારી છે.જો વિરાટ કોહલી આગામી ત્રણ મેચની વનડે સીરિઝમાંથી એકમાં પણ સદી ફટકારવામાં સફળ રહે છે,તો તે રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સેહવાગ બંનેને પાછળ છોડી દેશે.હાલમાં,વિરાટ કોહલી,રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સેહવાગ ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે.જેમાં દરેકે છ સદી ફટકારી છે.કોહલી પાસે સદી ફટકારીને બંનેને પાછળ છોડી દેવાની સારી તક છે.













