શું ખરેખર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની મિત્રતામાં કોઈ તિરાડ પડી છે? આ સવાલ અત્યારે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આનું કારણ છે વિરાટ કોહલીનું એક તાજેતરનું ચોંકાવનારું નિવેદન. વિરાટ કોહલીએ T20 ક્રિકેટના બેસ્ટ ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાના ખાસ મિત્ર અને ભારતીય ટીમના સાથી રોહિત શર્માને નકારી દીધો છે એટલું જ નહીં, તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ આ લિસ્ટમાં પાછળ રાખી દીધા છે. RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) દ્વારા શેર કરવામાં આવેલા એક મજેદાર વીડિયોમાં વિરાટે પોતાના પૂર્વ ઓપનિંગ પાર્ટનર અને 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલને T20 ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ઓપનર ગણાવ્યો છે. ચાલો જાણીએ આખી ઘટના શું છે અને આ પસંદગી કેવી રીતે થઈ.
RCB ની 'ધીસ ઓર ધેટ' ચેલેન્જ
તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિરાટ કોહલી 'ધીસ ઓર ધેટ' (આ કે પેલું) ચેલેન્જ રમતો જોવા મળે છે. આ ગેમનો નિયમ એવો હતો કે વિરાટને બે ખેલાડીઓના નામ આપવામાં આવતા હતા અને તેમાંથી તેણે કોઈ એકને બેસ્ટ ઓપનર તરીકે પસંદ કરવાનો હતો. જે ખેલાડીને તે પસંદ કરે, તેની સરખામણી પછી બીજા નવા ખેલાડી સાથે થતી હતી. આ આખી ગેમના અંતે વિરાટે ક્રિસ ગેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.












