સ્પીડ કિંગ કાગિસો રબાડા અને માર્કો યાન્સેનની ઘાતક બોલિંગ અને સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાને 212 રનમાં ઓલઆઉટ કરી દીધું. કાગિસો રબાડાએ 51 રનમાં 5 વિકેટ અને માર્કો યાન્સેને 49 રનમાં 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે મૂકી દીધું.


આ પછી ઓસ્ટ્રેલિયન બોલરોએ પણ હુમલો કર્યો. મિચેલ સ્ટાર્કે દક્ષિણ આફ્રિકાને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો આપ્યો. રમતના અંતે ટીમે 22 ઓવરમાં 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા પાસે હજુ પણ પ્રથમ ઈનિંગમાં 169 રનની લીડ છે.

સ્મિથ અને વેબસ્ટરે સંભાળી ઓસ્ટ્રેલિયાની કમાન

દિવસના પહેલા સેશનમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 67 રન હતો. ઉસ્માન ખ્વાજા ખાતું ખોલાવ્યા વિના કાગિસો રબાડાનો શિકાર બન્યો. આ જ ઓવરમાં તેને કેમેરોન ગ્રીનને પણ 4 રને પેવેલિયન મોકલી દીધો. લાબુશેન અને હેડને યાન્સેને શિકાર બનાવીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દીધું. સ્ટીવ સ્મિથ અને બ્યુ વેબસ્ટરે અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને પહેલા ખરાબ સેશનમાંથી બહાર કાઢ્યું. બીજા સેશનના અંતે ટીમનો સ્કોર 5 વિકેટે 190 રન હતો.

ટ્રી બ્રેક સમયે ઓસ્ટ્રેલિયા આરામદાયક સ્થિતિમાં દેખાતું હતું પરંતુ રબાડા અને યાન્સેન સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે તેમની છેલ્લી પાંચ વિકેટ માત્ર 20 રનમાં ગુમાવી દીધી હતી અને તેમની પહેલી ઈનિંગનો અંત 56.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સ્મિથે 112 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા અને વેબસ્ટરે શરૂઆતના સંઘર્ષને પાર કરીને 92 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાની ખરાબ શરુઆત

સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઓવરથી જ દબાણમાં જોવા મળી રહી હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોએ પીચમાં સ્વિંગનો પૂરો ફાયદો ઉઠાવ્યો. પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કે એડન માર્કરામને બોલ્ડ કર્યો. તેનું ખાતું પણ ખુલ્યું નહીં. રિયાન રિકલ્ટન 16 રન બનાવીને આઉટ થયો. મિચેલ સ્ટાર્કે જ તેની વિકેટ પણ લીધી.

ત્રીજા નંબરે આવેલા વિઆન મુલ્ડરને પેટ કમિન્સે બોલ્ડ કર્યો. 44 બોલમાં તેને 6 રન બનાવ્યા. કેપ્ટન ટેમ્બા બાવુમાનું ખાતું 31માં બોલ પર ખુલ્યું. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ માત્ર 2 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો. સ્ટમ્પ સમયે, ટેમ્બા બાવુમા 3 રન સાથે ક્રીઝ પર છે જ્યારે ડેવિડ બ્રેડિંગહામ 8 રન સાથે ક્રીઝ પર છે.

  • Follow us on: