ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની રમતની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, જાણીતી અભિનેત્રી અને પ્રભાવશાળી તાનિયા ચેટર્જીના એક દાવાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તાનિયાનો આરોપ છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ મેસેજમાં "ક્યુટ" કહીને સંબોધી હતી. આ વિવાદ હવે એક નવા વળાંક પર છે કારણ કે ચહલના સાથી ખેલાડી અર્શદીપ સિંહે આ બાબતે તેની જાહેરમાં મજાક ઉડાવી છે.


શું છે સમગ્ર મામલો?

તાનિયા ચેટર્જી, જે 'ગંદી બાત' જેવા શો માટે જાણીતી છે, તેણે વર્ષ 2023ની એક ઘટના વિશે ખુલાસો કરતા જણાવ્યું કે તે સમયે પરિણીત હોવા છતાં ચહલે તેને મેસેજ કર્યો હતો. તાનિયાએ પાપારાઝી સામે મેસેજના પુરાવા પણ રજૂ કર્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા ચહલે તાનિયા વિરુદ્ધ માનહાનિનો દાવો પણ દાખલ કર્યો છે. તાનિયાનું કહેવું છે કે તે ચહલનું સન્માન કરે છે અને તેનો ઈરાદો ક્રિકેટરની છબી ખરાબ કરવાનો નહોતો, પરંતુ સત્ય સામે લાવવાનો હતો.

અર્શદીપ સિંહનો કટાક્ષ અને વાયરલ વીડિયો

આ વિવાદની વચ્ચે આઈપીએલ સીઝનનો એક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટીમ બસમાં મુસાફરી દરમિયાન અર્શદીપ સિંહ ચહલની ખેંચાઈ કરતો જોવા મળે છે. અર્શદીપ વારંવાર કહે છે, "ક્યુટ મને યાદ કરાવે છે... ક્યુટ મને કંઈક યાદ કરાવે છે..." જ્યારે ચહલ બીજા ખેલાડી સાથે વાત કરતા ફરી 'ક્યુટ' શબ્દ બોલે છે, ત્યારે અર્શદીપ જોરથી હસી પડે છે. ચાહકોનું માનવું છે કે અર્શદીપે જાણીજોઈને તાનિયા ચેટર્જીવાળા કિસ્સાને લઈને ચહલને ચીડવ્યો હતો.

ચહલની પર્સનલ લાઈફ

ચહલની અંગત જિંદગી છેલ્લા ઘણા સમયથી ઉતાર-ચઢાવ ભરી રહી છે. ધનશ્રી વર્મા સાથેના તેના સંબંધો અને ત્યારબાદ છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેનું નામ આરજે મહવશ સાથે પણ જોડાયું હતું. જોકે, ચહલ પોતે આ બાબતે મૌન સેવવાનું પસંદ કરે છે.

આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ખોલ્યું પોતાનું ક્યુટ સિક્રેટ

  • Follow us on: