ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં 29 જુલાઈનો દિવસ ભારત માટે વધુ યાદગાર રહ્યો છે. પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની ૧૦૦ મીટર T47 ઈવેન્ટમાં નવો ગેમ્સ રેકોર્ડ બનાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બીજી તરફ, સ્ટાર એથ્લીટ મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદ (Long Jump) માં સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 15 મેડલ પ્રાપ્ત કરી મેડલ પોઈન્ટ ટેબલમાં 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભારત 15 મેડલ સાથે 8માં સ્થાન પર
દિલીપ મહાદુ ગાવિત અને મુરલી શ્રીશંકરે ઉપરાંત કોમન વેલ્થમાં ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. બોક્સરના સારા પ્રદર્શનના કારણે તેઓએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જેનાથી ભારત માટે વધુ ૧૦ મેડલ પાકા થઈ ગયા છે. આ નવા સફળ દિવસ બાદ ભારતની કુલ મેડલ સંખ્યા ૧૫ થઈ ગઈ છે. જેમાં ૩ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં ૮મા સ્થાને છે.
- ભારતના ૩ ગોલ્ડ મેડલ વિજેતા:
- ભારતને અત્યાર સુધી મળેલા ત્રણેય ગોલ્ડ અલગ-અલગ રમતોમાંથી આવ્યા છે:
- મીરાબાઈ ચાનુ – મહિલા ૪૮ કિગ્રા (વેઇટલિફ્ટિંગ)
- શર્મિલા ધનખર – મહિલા શોટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)
- દિલીપ મહાદુ ગાવિત – પુરુષોની ૧૦૦ મીટર T47 (પેરા એથ્લેટિક્સ)
આગામી દિવસોમાં એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને બોક્સિંગની મેચો બાકી હોવાથી ભારતની મેડલ સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે.

કોમન વેલ્થ મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને
મેડલ ટેબલ પર ઓસ્ટ્રેલિયાનો એકચક્રી દબદબો જોવા મળી રહ્યો છે. આ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા ૪૭ ગોલ્ડ જીતી મેડલ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. જયારે ગોલ્ડ ઉપરાંત ઓસ્ટ્રિલિયાના ખાતામાં ૨૧ સિલ્વર અને ૩૫ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. કુલ ૧૦૩ મેડલ મેળવીને ઓસ્ટ્રેલિયા અનેક દેશોને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મેડલ ટેબલમાં ટોચના 10માં કોણ
કેનેડા ૧૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ (કુલ ૩૯ મેડલ) સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ ૧૨ ગોલ્ડ અને કુલ ૫૬ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સ્કોટલેન્ડ (યજમાન): ૯ ગોલ્ડ સહિત ૨૩ મેડલ સાથે ચોથા ક્રમે છે. અન્ય દેશોમાં 5માં સ્થાન પર નાઈજીરીયા ૭ ગોલ્ડ, 2 સિલ્વર, 5 બ્રોન્ઝ, 6 ઠ્ઠા સ્થાન પર દક્ષિણ આફ્રિકા અને 7મા સ્થાન પર મલેશિયા ૭મા ક્રમે છે. ભારત કુલ 15 મેડલની જીત સાથે ૮મા સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ અને જમૈકા પણ ટોપ-૧૦ માં સામેલ છે.
આ પણ વાંચો : CWG 2026: નીરજ ચોપરા એક્શનમાં મળશે જોવા, 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ