કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે એક નોંધપાત્ર દિવસ રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ આ દિવસે 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારતે બોક્સિંગમાં 2 ગોલ્ડ મેડલ અને પેરા-એથ્લેટિક્સમાં શોટ પુટમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ભારતે પેરા-એથ્લેટિક્સમાં બેવડી સફળતા મેળવી હતી. સોમન રાણાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે શુભમ જુયાલે સિલ્વર મેડલ જીત્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.

શોટ પુટમાં સોમન અને શુભમનું પ્રદર્શન કેવું રહ્યું?

ભારતીય પેરા-એથ્લીટ સોમન રાણાએ કોમનવેલ્થ ગેમ્સના F57 શોટ પુટ ઈવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 13.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે તેનો સાથી ભારતીય શુભમ જુયાલે બીજા સ્થાને રહ્યો. સોમને 13.40 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. પરંતુ તેનો પહેલો પ્રયાસ (13.38 મીટર) ગોલ્ડ મેડલ જીતવા માટે પૂરતો હતો, પરંતુ તેને બીજા પ્રયાસમાં પોતાનું પ્રદર્શન સુધારીને 13.40 મીટર કર્યું. બીજી તરફ શુભમ જુયાલે તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 13.28 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.

ભારતીય સેનામાં સેવા આપનાર સોમન અગાઉ બોક્સર હતો, પરંતુ 2006માં લેન્ડમાઈન અકસ્માત બાદ તેને પેરા-એથ્લેટિક્સનો અભ્યાસ શરૂ કર્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યા બાદ તેને હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. શુભમે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ પણ જીત્યો.

સોમનના નામ સાથે જોડાયેલો છે આ ખાસ રેકોર્ડ

સોમન F57 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારતે F57 કેટેગરીમાં એક સાથે બે મેડલ જીત્યા છે. આ ગેમ્સમાં આ ચોથી વાર છે જ્યારે 2 ભારતીયોએ એક જ ઈવેન્ટમાં મેડલ જીત્યા છે. 

આ પહેલા બે ભારતીય ખેલાડીઓએ મહિલા શોટ પુટ F57 (શર્મિલા ઢાકા - ગોલ્ડ, શિલ્પા શૈલા - બ્રોન્ઝ), પુરુષોની 100 મીટર T47 દોડ (દિલીપ ગાવિત - ગોલ્ડ, મોહમ્મદ બેસિલ - સિલ્વર), પુરુષોની ભાલા ફેંક (નીરજ ચોપરા - સિલ્વર, યશવીર સિંહ - બ્રોન્ઝ) અને પુરુષોની ટ્રિપલ જમ્પ (પ્રવીણ ચિત્રાવલે - સિલ્વર, સેલ્વા પ્રભુ - બ્રોન્ઝ) માં એક સાથે મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે