એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોનાર ભારતીય વુશુ ખેલાડી દિવ્યાંશી ચૌધરીનો એક ભાવુક વીડિયો સામે આવ્યા બાદ ચર્ચા શરૂ થઈ છે.એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી છેલ્લી ઘડીએ બહાર થયા બાદ દિવ્યાંશી ખૂબ જ નિરાશ જોવા મળી રહી છે.વીડિયોમાં તે પોતાના માતા-પિતા અને પોતાના સંઘર્ષ વિશે વાત કરતી જોવા મળે છે.દિવ્યાંશી રાજસ્થાનના કોટાની રહેવાસી છે.એશિયન ગેમ્સમાં ભારત માટે રમવાનું તેનું લાંબા સમયથી સપનું હતું.આ માટે તેણે લાંબા સમય સુધી મહેનત કરી હતી.જોકે,ટીમમાં સ્થાન નહીં મળતાં તેની નિરાશા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.

ટીમમાંથી બહાર થવાથી લાગી મોટો આઘાત

દિવ્યાંશીએ વીડિયોમાં જણાવ્યું છે કે એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું તેના માટે ખૂબ જ મહત્વનું હતું.તેણે આ તક માટે ઘણી તૈયારી કરી હતી અને ટીમમાં પસંદગીની આશા રાખી હતી.જોકે,ટીમમાં ફેરફાર થયા બાદ તેનું નામ હટાવવામાં આવ્યું છે.આ નિર્ણયથી દિવ્યાંશી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાના માતા-પિતાનો પણ ઉલ્લેખ કર્યો અને પોતાની હાલત અંગે લાગણી વ્યક્ત કરી.દિવ્યાંશીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ અનેક લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા છે.ખેલાડીઓ પર મોટા આંતરરાષ્ટ્રીય મંચ પહેલાં આવતું દબાણ અને પસંદગી સંબંધિત નિર્ણયોની તેમના પર થતી અસર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

https://x.com/madanmohansoni/status/2098485335625990267?s=20

દિવ્યાંશીનું સ્થાન કોને મળ્યું?

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત 23 જૂને કરવામાં આવી હતી.ત્યારબાદ 11 સપ્ટેમ્બરે ટીમમાં ફેરફારની જાણકારી સામે આવી હતી.તેમાં દિવ્યાંશી ચૌધરીને ટીમમાંથી બહાર કરીને તેમની જગ્યાએ રોશિબિના દેવીને સામેલ કરવામાં આવી છે.સંબંધિત સંસ્થા તરફથી દિવ્યાંશી ફિટ ન હોવાનો મુદ્દો જણાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.જોકે,દિવ્યાંશીએ આ કારણને સ્વીકાર્યું નથી.આ કારણે ટીમમાંથી બહાર થવા પાછળનું કારણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.

કોણ છે દિવ્યાંશી ચૌધરી?

દિવ્યાંશી ચૌધરી રાજસ્થાનના કોટાની વુશુ ખેલાડી છે. રમતના ક્ષેત્રમાં તેણે પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી હતી.એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધામાં સ્થાન મેળવવું દરેક ખેલાડી માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. તેથી અંતિમ તબક્કામાં ટીમમાંથી બહાર થવું દિવ્યાંશી માટે મોટો આઘાત બન્યો છે.હાલ દિવ્યાંશી અંગેની સ્થિતિને લઈને વધુ સત્તાવાર માહિતી સામે આવી નથી.જોકે,તેના ભાવુક વીડિયાએ પસંદગી પ્રક્રિયા,ખેલાડીઓ પરનું માનસિક દબાણ અને મોટા ટૂર્નામેન્ટ પહેલાં ટીમમાં થતા ફેરફારો અંગે નવી ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો - Junior Women Asia Cup માં ભારતનો દબદબો, સેમિફાઇનલમાં સાઉથ કોરિયાને 5-1થી હરાવ્યું