ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32 મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ શનિવાર, 4 જુલાઈના રોજ કેપ વર્ડેને 3-2થી હરાવ્યું, તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા. પરિણામ આર્જેન્ટિનાના પક્ષમાં હોવા છતાં મેચ પછી કેદ થયેલ દ્રશ્ય માનવ લાગણીઓનું ઉત્તમ ઉદાહરણ આપે છે.
અંતિમ સીટી વાગતાની સાથે જ, કેપ વર્ડેના સ્ટ્રાઈકર નુનો દા કોસ્ટા હારનું દુઃખ સહન ન કરી શક્યા, બાજુ પર બેસી ગયા અને રડી પડ્યા. તેમના વર્લ્ડકપના સ્વપ્નની નિરાશા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
તે જ સમયે તેમની પત્ની અને પુત્ર લુઈસ તેમની બાજુમાં દોડી આવ્યા. બંનેએ નુનોને ભેટી પડ્યા, તેમના આંસુ લૂછ્યા અને તેમને દિલાસો આપ્યો. આ ક્ષણ થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. લાખો ફૂટબોલ ફેન્સે આ વીડિયો શેર કરીને કહ્યું કે આ ફક્ત એક ખેલાડીની હાર નથી, પરંતુ તેના સંઘર્ષ, મહેનત અને સપનાઓની વાર્તા છે.
https://twitter.com/contakitties/status/2073210578596704701
ઘણા લોકોએ તેને FIFA વર્લ્ડકપ 2026ની સૌથી ઈમોશનલ ક્ષણ ગણાવી. ફેન્સે કહ્યું કે મેદાન પરના સ્કોરબોર્ડ પર હાર દેખાતી હોવા છતાં, નુનો દા કોસ્ટા માટે સૌથી મોટી જીત એ હતી કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાં તેની સાથે મજબૂત રીતે ઉભો રહ્યો.
https://twitter.com/FIFAWorldCup/status/2073201097481613319
તેમની પત્ની અને પુત્ર તરફથી આ પ્રેમ અને પ્રોત્સાહન દરેકના હૃદયને સ્પર્શી ગયું. જ્યારે શાનદાર ગોલ, રોમાંચક મેચ અને રેકોર્ડ ઘણીવાર વર્લ્ડકપમાં ચર્ચા બનાવે છે, પરંતુ આ ફેમિલી મોમેન્ટે પરિવારનું દિલ જીતી લીધું છે.
કેપ વર્ડેના ખેલાડીઓએ ફેન્સનું જીત્યું દિલ
કેપ વર્ડેનું પ્રથમ FIFA વર્લ્ડકપ અભિયાન રાઉન્ડ ઓફ 32માં સમાપ્ત થયું હોવા છતાં લગભગ 550,000 ની વસ્તી ધરાવતા આ નાના દેશે તેના જુસ્સા, ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મક્કમતાથી સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા. ટુર્નામેન્ટ દરમિયાન, ટીમને ફક્ત સામાન્ય ફૂટબોલ ફેન્સ જ નહીં, પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓ અને સેલિબ્રિટીઓ તરફથી પણ પુષ્કળ સમર્થન મળ્યું. કેપ વર્ડે ભલે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ તેના પ્રદર્શન અને ખેલદિલી દ્વારા, તેમને સાબિત કર્યું કે ફૂટબોલમાં, ફક્ત વિજેતા ટીમ જ નહીં, પણ જે ટીમ દિલ જીતે છે તેને હંમેશા યાદ રાખવામાં આવે છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?