ફિફા વર્લ્ડ કપ2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે ફૂટબોલ જગતમાંથી એક ખૂબ જ ભાવુક અને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના મહાન ફૂટબોલર્સમાં જેમની ગણતરી થાય છે તેવા પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે 2026નો આ વર્લ્ડ કપ તેમની કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ હશે. રોનાલ્ડોના આ અણધાર્યા નિર્ણયથી વિશ્વભરના કરોડો ચાહકોના દિલ તૂટી ગયા છે.
પ્રેસ કોન્ફરન્સ નિવૃત્તિના સંકેતો આપ્યા
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના નિવૃત્તિના સંકેતો આપતા રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, 2026 મારો છેલ્લો વર્લ્ડ કપ છે. હું આ ટૂર્નામેન્ટની દરેક ક્ષણને મન ભરીને માણવા ઈચ્છું છું. રોનાલ્ડોએ વધુમાં ઉમેર્યું કે તેઓ આ મેગા ઈવેન્ટને યાદગાર બનાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે. હાલમાં પોર્ટુગલની ટીમ આગામી મેચો માટે સખત મહેનત કરી રહી છે.
સ્પેન સામેની મહામુકાબલા માટે જોરદાર તૈયારી
વર્લ્ડ કપના શેડ્યૂલ અનુસાર પોર્ટુગલનો સામનો મજબૂત હરીફ સ્પેન સામે થવાનો છે. આ હાઈ-વોલ્ટેજ મેચ અંગે વાત કરતા રોનાલ્ડોએ કહ્યું કે, "અમારી ટીમ અત્યારે સંપૂર્ણ રીતે ફોકસ્ડ છે. સ્પેન સામેની મેચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે અને અમે મેદાન પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કટિબદ્ધ છીએ. સ્પેન અને પોર્ટુગલ વચ્ચેની ટક્કર હંમેશા રોમાંચક હોય છે, અને રોનાલ્ડોની આ જાહેરાત બાદ આ મેચ જોવા માટે ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.
https://x.com/FIFAWorldCup/status/2073908653543829946?s=20
ફેન્સ નિરાશા અને લાગણીનો માહોલ
રોનાલ્ડો માત્ર એક ખેલાડી નથી, પરંતુ ફૂટબોલની દુનિયાના એક જીવંત ઈતિહાસ છે. પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર દુનિયાના એકમાત્ર ખેલાડી તરીકે તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેમની નિવૃત્તિની વાત સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ ભાવુક થઈ ગયા છે.
આ પણ વાંચો - Neymar Retirement : નેયમારનો મોટો નિર્ણય,બ્રાઝિલની હાર બાદ સંન્યાસની કરી જાહેરાત