ઘણા મુસ્લિમ અને આરબ ફેનનો દાવો છે કે રોનાલ્ડો શોટ લેતા પહેલા મુસ્લિમ શબ્દ "બિસ્મિલ્લાહ"નું પુનરાવર્તન કરી રહ્યો હતો. આ દરમિયાન પોર્ટુગીઝ ફેનનો દાવો છે કે તે આવું કંઈ બોલી રહ્યો ન હતો, પરંતુ પોર્ટુગીઝમાં "vais marcar" બોલીને પોતાને પ્રોત્સાહિત કરી રહ્યો હતો, જેનો અર્થ થાય છે "તમે સ્કોર કરશો."
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વીડિયો થયો વાયરલ
પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણીવાર મેદાન પરના તેના પ્રદર્શન માટે ચર્ચામાં રહે છે. રોનાલ્ડો તેના શક્તિશાળી પ્રદર્શનથી ફિફા વર્લ્ડકપ 2026માં પણ પ્રભુત્વ મેળવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શબ્દને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેને અનેક દાવાઓ સાથે જોડવામાં આવી રહી છે. આ ઘટના રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે પોર્ટુગલની 2-1 થી રોમાંચક જીત દરમિયાન બની હતી.
નિર્ણાયક પેનલ્ટી લેતા પહેલા રોનાલ્ડો કેમેરા સામે કંઈક કહેતો જોવા મળ્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. નજીકથી કેદ થયેલી આ ક્ષણ હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ફેન્સ મૂંઝવણમાં છે કે રોનાલ્ડોએ ખરેખર શું કહ્યું - અરબી પ્રાર્થના કે પોર્ટુગીઝ શબ્દ પોતાને પ્રેરણા આપવા માટે.
https://twitter.com/MENACatholics/status/2073109668470173948
'બિસ્મિલ્લાહ' કે પોર્ટુગીઝ મંત્ર?
આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે કે રોનાલ્ડોએ શોટ લેતા પહેલા 2 વાર 'બિસ્મિલ્લાહ' કહ્યું હતું. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસ્સર માટે રમ્યા પછી રોનાલ્ડો ત્યાંની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત દેખાય છે. એક પાકિસ્તાની યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ તે 'બિસ્મિલ્લાહ' કહે છે, ત્યારે ગોલ થાય છે.
https://twitter.com/RmSalih/status/2073024198755197427
https://twitter.com/OfCL_Special/status/2072946172159811635
આ દરમિયાન પોર્ટુગીઝ ફેન દાવો કરે છે કે રોનાલ્ડો પોતાને પ્રેરણા આપવા માટે "વામોસ લા" (ચાલો, આગળ વધો) અથવા "વૈસ માર્કાર" (તમે ગોલ કરશો) કહી રહ્યો હતો. રોનાલ્ડોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રોનાલ્ડોએ નથી આપી કોઈ પ્રતિક્રિયા
આ વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. મેચ જીત્યા પછી અને પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડ્યા પછી તે ટીમ હોટલની બહાર ભેગા થયેલા ફેન સાથે સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?