ફિફાએ વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ માટે રેફરીઓની જાહેરાત કરી છે. અનુભવી સ્લોવેનિયાના અધિકારી સ્લેવકો વિન્સીક ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે રમાનારી આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની ટાઈટલ મેચમાં રેફરીની જવાબદારી સંભાળશે.
ફિફાના રેફરી ચીફ પિયરલુઈગી કોલિનાએ આ નિમણૂક પર આનંદ વ્યક્ત કર્યો. તેમને કહ્યું કે વર્લ્ડકપ ફાઈનલ જેવી મોટી મેચ માટે અનુભવી અને લાયક રેફરી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ મેચમાં એમ્પાયરિંગ માટે વિન્સીકની નિમણૂક તેમના શાનદાર કરિયરને પ્રતિબિંબિત કરે છે.
જાણો કોણ હશે આસિસ્ટન્ટ રેફરી
FIFA મુજબ ફાઈનલમાં સ્લેવકો વિન્સીકને સહાય કરવા માટે ટોમાઝ ક્લેંચનિક આસિસ્ટન્ટ રેફરી-1 તરીકે અને એન્ડ્રેજ કોવાચીચ આસિસ્ટન્ટ રેફરી-2 તરીકે સેવા આપશે. અધમ મખાદમેહ ચોથા અધિકારી હશે, અને મોહમ્મદ અલ્કાલાફ રિઝર્વ આસિસ્ટન્ટ રેફરી હશે. આ 46 વર્ષના સ્લેવકો વિન્સીકનું પ્રથમ મુખ્ય વર્લ્ડકપ ફાઈનલ હશે. તેમને 2022 કતાર વર્લ્ડકપથી તેમના વર્લ્ડ કપ કરિયરની શરૂઆત કરી હતી, બે મેચમાં એમ્પાયરિંગ કર્યું હતું. તેમને 2026 ફિફા વર્લ્ડકપમાં 3 મેચમાં પણ રેફરી તરીકે સેવા આપી છે. ફાઈનલ મેચમાં છઠ્ઠી વર્લ્ડકપ એમ્પાયરિંગ હશે.
વિન્સીકના કરિયરમાં ઘણી મોટી મેચોનો સમાવેશ થાય છે, જેમાં રીઅલ મેડ્રિડ અને બોરુસિયા ડોર્ટમંડ વચ્ચેની UEFA 2024 ચેમ્પિયન્સ લીગ ફાઈનલનો સમાવેશ થાય છે. તેમને UEFA યુરોપિયન ચેમ્પિયનશિપ, વર્લ્ડકપ ક્વોલિફાયર, યુરોપા લીગ, નેશન્સ લીગ અને ક્લબ વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ રેફરી તરીકે સેવા આપી છે.
ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ મેચ
આ મેચ ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં 80,000 થી વધુ દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ સતત બીજી વખત ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ દરમિયાન સ્પેન 2010 પછી પહેલી વાર ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે.
સ્પેને 2010માં વર્લ્ડકપ જીત્યો હતો. તેથી ટીમ બીજા ટાઈટલ પર નજર રાખશે. આ દરમિયાન આર્જેન્ટિના ચોથી વખત ફિફા વર્લ્ડકપ ટ્રોફી કબજે કરવાનું ટાર્ગેટ રાખશે. આર્જેન્ટિનાએ અગાઉ 1978, 1986 અને 2022 માં ટાઈટલ જીત્યું હતું. બંને ટીમો વર્લ્ડકપમાં પહેલા ફક્ત એક જ વાર મળી છે. આર્જેન્ટિનાએ 1966 ની ટુર્નામેન્ટમાં સ્પેનને 2-1 થી હરાવ્યું હતું.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?