ફીફા વર્લ્ડકપ 2026ના ગ્રુપ સીમાં બ્રાઝીલે પોતાની પહેલી મેચ મોરક્કો વિરુદ્ધ રમી હતી. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ન્યુ જર્સીના ઈર્સ્ટ રધરફોર્ડમાં ન્યુયોર્ક ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી. બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે રમાયેલી આ મેચ 1-1થી ડ્રો રહી હતી. મેચ ડ્રો સાથે પૂર્ણ થતા બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં 88 વર્ષથી ચાલી રહેલા પોતાની પહેલી મેચ ના હારવાના રેકોર્ડને જાળવી રાખ્યો છે.બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની ઓપનિંગ મેચમાં છેલ્લી વખત હાર 1934માં સ્પેન વિરુદ્ધ 1-3થી મળી હતી પરંતુ ત્યારબાદ 1938 થી 2026 વચ્ચે ચાલી રહેલા 88 વર્ષમાં બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની કોઈ પણ ઓપનિંગ મેચ હારી નથી.
બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે મેચ 1-1થી ડ્રો
ન્યુયોર્ક ન્યુજર્સી સ્ટેડિયમમાં બ્રાઝીલની ટીમ નેમાર વિના રમવા ઉતરી હતી. નેમાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. નેમાર વિના રમાયેલી આ મેચ બ્રાઝીલ વિરુદ્ધ મોરક્કોએ સ્પીડમાં રમતની શરુઆત કરી હતી. જેનો ફાયદો તેને આ મેચની 21મી મિનિટમાં મળ્યો હતો. જ્યારે ઈસ્લામ સાઈબેરીએ ગોલ કરી ટીમને 1-0થી લડત અપાવી હતી. આ ગોલ બાદ બ્રાઝીલે પોતાની રમત બદલી બ્રાઝીલે મોરક્કોના ગોલપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો. તેમજ છેલ્લી મેચની 32મી મિનિટમાં તેને સફળતા મળી હતી. બ્રાઝીલ માટે વિનિસિયસ જૂનિયરે ગોલ કરી મેચ 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ પરિણામ 1-1નું રહ્યું હતુ.મેચનો ઉત્સાહ એટલો તીવ્ર હતો કે FIFA અધ્યક્ષ પણ આ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે, બીજા હાફમાં બંને ટીમો ફરી ગોલ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે મેચ ડ્રો થઈ અને બંને ટીમોએ પોઈન્ટ વહેંચી લીધા.













