સ્પેન ફરી એક વખત ફુટબોલની દુનિયાનો બાદશાહ બન્યું છે. ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી સતત બીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. 120 મિનિટ સુધી ચાલેલી આ ફાઈનલમાં સ્પેને સબ્સ્ટીટ્યુટના રુપમાં આવેલા ફેરાન ટોરિસના એક બોલના દમ પર આર્જેન્ટીનાને 1-0થી હરાવ્યું હતુ. ટોરેસે મેચની 106 મિનિટમાં આ ગોલ કર્યો હતો. જેનો જવાબ આર્જેન્ટીના પાસે ન હતો.

આખી મેચમાં સ્પેનને અટેક, ટોરેસે કર્યો ગોલ

આ ફાઈનલમાં શરુઆતથી સ્પેનનું પલડું આર્જેન્ટીનાની તુલનામાં થોડું ભારે માનવામાં આવી રહ્યું હતુ. છેલ્લી 2 મેચમાં આર્જેન્ટીનાની ટીમે છેલ્લી મિનિટમાં રમત આખી પલટાવી નાંખી હતી. હારને જીતમાં બદલી હતી.પરંતુ સ્પેન વિરુદ્ધ આ સરળ ન હતુ. 120 મિનિટથી વધારે રમત જોવા મળી હતી.

https://x.com/FIFAWorldCup/status/2078963624266133887?s=20


સ્પેને 1-0ની લીડ લીધી

સ્પેનને આ મેચમાં દબદબો એ રીતે રહ્યો હતો કે, 9 મિનિટ અને એક્સ્ટ્રા ટાઈમ પહેલા હાફ પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે આર્જેન્ટીનાના ગોલ પર 19 શોર્ટ માર્યા હતા. જેમાંથી 10 નિશાન પર હતા. કોઈ ગોલ કરી શક્યું નહી, જ્યારે એક ગોલ ફાઉલ હોવાને કારણે રદ કરવામાં આવ્યો હતો. એક્સ્ટ્રા ટાઈમના બીજી હાફમાં પહેલી મિનિટ શરુ થતાં જ ફેરાન ટોરેસે શોર્ટ ફટકાર્યો હતો. જે સીધો ગોલ થયો. સ્પેને 1-0ની લીડ લીધી હતી. સ્પેનની મેચમાં આ 20મો શોર્ટ હતો. આ રીતે આર્જેન્ટીના સતત બીજી વખત અને કુલ ચોથી વખત ખિતાબ જીતવાનું સપનું તુટ્યું હતુ. જ્યારે મેસ્સીનું વધુ એક વર્લ્ડકપની ટ્રોફી જીતવાની સાથે રિટાયરમેન્ટ થવાનું સપનું અધુરું રહ્યું હતુ. તો સ્પેને બીજી વખત આ ટ્રોફી પોતાને નામ કરી હતી.

મેસ્સીનું ફિફા વર્લ્ડ કપ પ્રદર્શન

ફિફા વર્લ્ડ કપમાં હાર છતાં, મેસ્સીએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આઠ મેચમાં આઠ ગોલ કર્યા અને ચાર આસિસ્ટ પણ રહ્યા. આનો અર્થ એ થયો કે તેણે 12 ગોલમાં યોગદાન આપ્યું. મેસ્સીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 21 ગોલ કર્યા છે, જે એક વિશ્વ રેકોર્ડ છે.

આ પણ વાંચો - FIFA World Cup Final : સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો