હોકી વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ રવિવારે બેલ્જિયમના વાવરે સ્થિત બેલ્ફિયસ હોકી એરેના ખાતે જર્મની અને સ્પેન વચ્ચે રમાઈ હતી. જર્મનીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સ્પેનને હરાવીને ટાઈટલ જીત્યું. જર્મનીએ સ્પેનને 1-0 થી હરાવીને પોતાનું વર્લ્ડકપ ટાઈટલ જાળવી રાખ્યું.

એકમાત્ર ગોલ 44મી મિનિટે થયો

મેચની શરૂઆતથી જ જર્મની અને સ્પેન સતત ગોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્લ્ડકપ ફાઈનલમાં બંને ટીમોએ પોતાના બેસ્ટ પ્રયાસો કર્યા. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. પહેલા ક્વાર્ટરની 9મી મિનિટે સ્પેનને પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો, પરંતુ તે ગોલમાં ફેરવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ જર્મની પણ ગોલ કરવામાં નિષ્ફળ ગયો.

43 મિનિટ સુધી કોઈ પણ ટીમે ગોલ ન કર્યો, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ. ત્યારબાદ 44મી મિનિટે, જર્મનીના મિશેલ સ્ટ્રુથોફે ગોલ કરીને ઉત્સાહમાં વધારો કર્યો. ત્યારબાદ જર્મનીએ 1-0ની લીડ મેળવી. સ્પેને અંતિમ મિનિટ સુધી ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જર્મનીએ શાનદાર બચાવ દર્શાવ્યો.

https://twitter.com/India_AllSports/status/2094109616863105083

જર્મનીએ સતત બીજું ટાઈટલ જીત્યું

જર્મનીએ અગાઉ 2023નો હોકી વર્લ્ડકપ જીત્યો હતો અને હવે તેમને 2026નું પણ ટાઈટલ જીત્યું છે. આ જર્મનીનો સતત બીજો ખિતાબ જીતવાનો અને પહેલી વાર પોતાના ખિતાબનો બચાવ કરવાનો રેકોર્ડ છે.

આ જીત સાથે જર્મનીએ પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી. પાકિસ્તાન 3 વખત હોકી વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. જર્મનીએ હવે 3 વખત ટાઈટલ પણ જીતીને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી છે.

બંને ટીમોનો અત્યાર સુધીનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો છે?

આ ફાઈનલ પછી જર્મની અને સ્પેન 32 મેચ રમી ચૂક્યા છે. જર્મનીએ 16 મેચ જીતી છે, જ્યારે સ્પેને 10 મેચ જીતી છે. વધુમાં 6 મેચ ડ્રો રહી છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં પણ જર્મનીનું પલડું ભારે છે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન