અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.
આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે
આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા
આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.
આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા