20 વર્ષ પછી ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. અગાઉ, 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત, ભારતે 1951 અને 1982ની એશિયન ગેમ્સનું પણ આયોજન કર્યું છે. 2003માં હૈદરાબાદમાં આફ્રો-એશિયન કપ પણ યોજાયો હતો.


કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ

કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ પણ રસપ્રદ છે. તે એક મલ્ટી સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ છે જેમાં બ્રિટિશ શાસન હેઠળના દેશોના ખેલાડીઓ ભાગ લે છે. તેમાં 54 સભ્ય દેશો છે. આ રમતો 1930માં કેનેડાના હેમિલ્ટનમાં શરૂ થઈ હતી. અગાઉ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખાતી હતી, તેનું નામ 1978માં કોમનવેલ્થ ગેમ્સ રાખવામાં આવ્યું હતું. 2030ની આવૃત્તિ કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ ઉજવશે.

છેલ્લા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા.

2022ના બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5 હજાર થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 61 મેડલ જીત્યા હતા જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આમાંથી 30 મેડલ કુસ્તી, વેઈટલિફ્ટિંગ અને એથ્લેટિક્સમાંથી આવ્યા હતા. મહિલા ક્રિકેટ ટીમે પણ એક સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતમાં અત્યાર સુધી આટલી મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઇ

ભારતે જે મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ આયોજીત કરેલી છે તેમાં 1951માં નવી દિલ્હીમાં એશિયાઇ ગેમ્સ, 1982માં નવી દિલ્હીમાં એશિયાઇ ગેમ્સ તથા 2003માં હૈદરાબાદમાં એફ્રો એશિયન ગેમ્સ અને 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી

કોમનવેસ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વાર યજમાન રહ્યું

કોમનવેસ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વાર યજમાન રહ્યું છે તો કેનેડા, 4 વખત, સ્કોટલેન્ડ 4 વખત તથા ઇંગ્લેન્ડ3 વખત અને ન્યુઝલેન્ડ 3 વખત વેલ્સ 1 વખત જમૈકા 1, મલેશિયા 1અને ભારત 1 વખત યજમાની કરી ચુક્યું છે.


આ પણ વાંચો-----    Commonwealth games 2030 Ahmedabad: મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે, અમે વિશ્વને આવકારવા સજ્જ: હર્ષ સંઘવી

  • Follow us on: