ભારતના સ્ટાર એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે.ગુલવીરે એક જ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીતવાનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.29 સપ્ટેમ્બરે યોજાયેલી પુરુષોની 5000 મીટર દોડની ફાઇનલમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ સાથે ગુલવીર એક જ એશિયન ગેમ્સમાં 3 કે તેથી વધુ મેડલ જીતનાર માત્ર બીજા ભારતીય એથ્લેટ બની ગયા છે.લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય એથ્લેટે એક જ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીત્યા છે.
5000 મીટરમાં બ્રોન્ઝ મેડલ
ગુલવીરે 5000 મીટરની રેસ 13 મિનિટ 32.75 સેકન્ડ**માં પૂરી કરી હતી. આ સાથે તેઓ ત્રીજા સ્થાને રહ્યા અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.બહેરિનના બિરહાનુ બાલ્યૂએ 13 મિનિટ 30.79 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જાપાનના તોમોનોરી યામાગુચીએ 13 મિનિટ 31.43 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.
https://x.com/OlympicKhel/status/2104900827538169992?s=20
આ એશિયન ગેમ્સમાં ગુલવીરના 3 મેડલ
5000 મીટરનો બ્રોન્ઝ મેડલ ગુલવીરનો આ એશિયન ગેમ્સમાં ત્રીજો મેડલ છે. આ પહેલાં તેઓ 1500 મીટર અને 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.1500 મીટરની ફાઇનલમાં ગુલવીરે 3 મિનિટ 31.13 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો.ત્યારબાદ 10,000 મીટરની દોડમાં તેમણે 28 મિનિટ 29.38 સેકન્ડનો સમય નોંધાવીને ફરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.આ રીતે ગુલવીરે એશિયન ગેમ્સ 2026માં એક જ એડિશનમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 3 મેડલ જીત્યા છે. તેમની આ સિદ્ધિ ભારતીય એથ્લેટિક્સ માટે નોંધપાત્ર બની છે.
40 વર્ષ બાદ ફરી જોવા મળ્યો આ રેકોર્ડ
એક જ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીતવાનો ગુલવીરનો આ કારનામો ભારતીય એથ્લેટિક્સ માટે ખાસ છે. તેઓ હવે એક જ એશિયન ગેમ્સમાં 3 કે તેથી વધુ મેડલ જીતનાર બીજા ભારતીય એથ્લેટ બની ગયા છે.ગુલવીરના સતત ત્રણ મેડલ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ અભિયાનને પણ વધુ વેગ મળ્યો છે.
આ પણ વાંચો - Asian games: કોર્ટ પર અનાહત સિંહ ચશ્માં કેમ પહેરે છે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !