હોકી વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે દર્શાવ્યું કે આ વખતે તેમનું ધ્યાન ફક્ત ભાગ લેવા પર નહીં, પરંતુ મોટી ટીમોને પડકારવા પર છે. કેપ્ટન સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે 16 ઓગસ્ટના રોજ એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2 થી ડ્રો કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી.
ભારત માટે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા. ભારતીય ટીમે 2 વાર લીડ લીધી, પરંતુ ચીને દરેક વખતે સ્કોર બરાબર કરવા માટે વળતો પ્રહાર કર્યો. અંતિમ ક્વાર્ટરમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ સફળ થયું નહીં, અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. અગાઉ ભારતીય પુરુષ ટીમે વેલ્સને હરાવીને તેમના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.
નવનીતે શરૂઆતની લીડ લીધી
ભારતે મેચની શરૂઆત આક્રમક રીતે કરી. પાંચમી મિનિટમાં લાલરેમસિયામીએ ભારત માટે પેનલ્ટી કોર્નર મેળવ્યો. નવનીતે શોટ લીધો, પરંતુ ચીનના ડિફેન્સે તેને રોકી દીધો. પરંતુ 3 મિનિટ પછી ભારતે પોતાનો ગોલ નોંધાવ્યો. આઠમી મિનિટમાં, નવનીતે નેહાના શાનદાર પાસ પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. ભારતની લીડ લાંબો સમય ટકી ન શકી. શિલ્પી દહિયાને સર્કલની અંદર ફાઉલ કરવામાં આવી, જેના કારણે ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ઝાંગ યિંગે તકનો લાભ લઈને સ્કોર 1-1 કર્યો.
https://twitter.com/TheHockeyIndia/status/2088970225396158718
ભારતીય ટીમે હાફ ટાઈમ સુધી લીડ મેળવી લીધી
બીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી દબાણ બનાવવાનું શરૂ કર્યું. 21મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગઈ. 4 મિનિટ પછી દીપિકાએ જમણી બાજુથી એક શાનદાર મૂવ કર્યો, જેનાથી ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે દીપિકાએ કોઈ ભૂલ કરી નહીં, ડ્રેગ-ફ્લિકથી બોલને નેટમાં મોકલ્યો. પરંતુ બોલ ચીની ડિફેન્ડરને વાગ્યો હતો અને નેટમાં ગયો હતો, તેથી વીડિયો એમ્પાયરે તેને ચેક કર્યો. ગોલ માન્ય જાહેર કરવામાં આવ્યો, અને ભારત 2-1થી આગળ રહ્યું. હાફટાઈમ સુધી સ્કોર યથાવત રહ્યો.
ત્રીજા ક્વાર્ટરમાં ચીને જોરદાર વાપસી કરી
બીજા હાફમાં ચીને પોતાની ગતિ વધારી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રહ્યું. ચીનના પ્રયાસો આખરે 39મી મિનિટે બરાબરી કરી, જ્યારે મા નિંગે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ ચીને ઘણા એટેક શરૂ કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે સંયમ જાળવી રાખ્યો અને ત્રીજા ક્વાર્ટરના બાકીના સમય માટે બીજો ગોલ અટકાવ્યો.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન