કેન્દ્રીય રમત મંત્રાલયે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના કોચ પર લાગેલા યૌન શોષણના આરોપની તપાસના આદેશ આપ્યા છે.આ ટૂર્નામેન્ટની શરુઆત 1 ડિસેમ્બરથી થશે. આ પહેલા રમતગમત મંત્રાલયે આ પગલું લીધું છે. તો ચાલો જોઈએ શું છે. આ સમગ્ર મામલો
કોચ પર લાગ્યા યૌન શોષણના આરોપ
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ વિદેશ પ્રવાસ ગઈ હતી. આ દરમિયાન કથિત વ્યવહારનો રિપોર્ટ દાખલ થયો હતો. આ ટૂર જૂન મહિનામાં આર્જેન્ટીના, બેલ્જિયમ અને નેધરલેન્ડ અને સપ્ટેમબરમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલા ટીમની એક સભ્ય અનેક વખત કોચના રુમમાં જતી જોવા મળી હતી.
રમતગમત મંત્રાલયે આ બાબતની નોંધ લીધી છે
આ મામલો રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, જેમણે તપાસનો આદેશ આપ્યો છે. રમતગમત મંત્રાલયના એક સૂત્રએ ધ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે મામલાની ગંભીરતાને કારણે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં, તેઓ કોઈ ઉતાવળમાં નિર્ણય લેવા માંગતા નથી કારણ કે નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી મહત્વપૂર્ણ છે. કાયદા મુજબ, કોચ, ફરિયાદી અને સંબંધિત ખેલાડીના નામ જાહેર કરી શકાતા નથી. જાતીય સતામણી કાયદામાં ફરિયાદી, આરોપી અને સાક્ષીઓની ઓળખ અંગે કડક ગુપ્તતાની જરૂર છે.
હોકી ઇન્ડિયાએ શું કહ્યું?
હોકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે ધ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે આ પહેલી વાર છે જ્યારે તેમણે આવા મુદ્દા વિશે સાંભળ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા મુદ્દા પર ટિપ્પણી કરી શકતા નથી જે હોકી ઇન્ડિયા સમક્ષ લાવવામાં આવ્યો ન હોય. તેમણે વધુમાં કહ્યું કે તેઓ મંત્રાલયના રિપોર્ટની રાહ જોશે. જોકે, મંત્રાલયના અધિકારીઓએ આ સંવેદનશીલ મુદ્દા પર હજુ સુધી તેમનો સંપર્ક કર્યો નથી.