ભારતીય હોકીના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડનું ખાસ સ્થાન છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના હોકી સંબંધોને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા માટે ભારતીય પુરુષ હોકી ટીમ ફરી એકવાર ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે હોકી ઈન્ડિયાએ 20 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડી સંજયને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ સામે 3 મેચ રમશે
ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે 3 મેચ રમશે. આ મુકાબલા 19, 21 અને 22 નવેમ્બરના રોજ ઓકલેન્ડના લોયડ એલ્સમોર હોકી સ્ટેડિયમમાં રમાશે. 15થી 23 નવેમ્બર સુધી ચાલનારા આ પ્રવાસમાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.
1926માં શરૂ થયો હતો ભારત-ન્યૂઝીલેન્ડનો હોકી સંબંધ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના હોકી સંબંધોનો ઇતિહાસ લગભગ એક સદી જૂનો છે. વર્ષ 1926માં મેજર ધ્યાનચંદ જેવા મહાન ખેલાડીઓની આગેવાનીમાં ભારતીય સેનાની હોકી ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. કોઈપણ રમત માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરનારી તે પ્રથમ ભારતીય ટીમ હતી. હવે આ ઐતિહાસિક પ્રવાસને 100 વર્ષ પૂર્ણ થતાં બંને દેશો વચ્ચે ખાસ હોકી શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રવાસ માત્ર 3 મેચની શ્રેણી નથી, પરંતુ ભારતીય અને ન્યૂઝીલેન્ડની હોકી વચ્ચેના જૂના રમતગમતના સંબંધોની ઉજવણી પણ છે.
https://x.com/TheHockeyIndia/status/2119705474635632858?a=4tqxmW7W48hiVnFGA3I&s=20
યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ
હોકી ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 20 સભ્યોની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંડર-21 સ્તરે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની સાથે ઈન્ડિયા-A ટીમના નિયમિત ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.ભારતીય ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે તેના ઘરઆંગણે રમવું ખેલાડીઓ માટે મોટો પડકાર રહેશે.તેમણે જણાવ્યું કે આ પ્રવાસ યુવા ખેલાડીઓની ક્ષમતા ચકાસવા અને તેમને આંતરરાષ્ટ્રીય હોકીનો અનુભવ અપાવવા માટે ઉપયોગી સાબિત થશે.
ન્યૂઝીલેન્ડ સાથે જૂનો સબંધ
હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ પણ આ પ્રવાસને ખાસ ગણાવ્યો છે. તેમના મતે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમતના સંબંધોના 100 વર્ષ પૂર્ણ થવા એ બંને દેશો માટે ગૌરવની વાત છે. આ પ્રવાસથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની સારી તક મળશે.
આ પણ વાંચો - Racing: 83મા નંબરેથી છઠ્ઠા સ્થાને પહોંચી! 11 વર્ષની અતીકા મીરે FIA વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મચાવી ધૂમ