આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય શૂટર્સે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. બુધવારે પુરુષોની સ્કીટ ટીમ ઇવેન્ટમાં અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન અને ભવતેઘ સિંહ ગિલની ભારતીય ત્રિપુટીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પોતાના નામે કર્યો હતો.
થ્રિલિંગ શૂટ-ઓફમાં મેળવી જીત
ભારતીય સ્કીટ ટીમે નિશાનાબાજીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ 346 પોઈન્ટનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ અને કઝાકિસ્તાનની ટીમ વચ્ચે 346 પોઈન્ટ પર બરાબરી થઈ હતી, જેના કારણે પરિણામ માટે રોમાંચક શૂટ-ઓફ યોજાયો હતો. શૂટ-ઓફમાં ભારતીય ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કરીને કઝાકિસ્તાનને પાછળ છોડી ત્રીજું સ્થાન અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
અનંતજીત સિંહ નારુકા ફાઇનલમાં પહોંચ્યા
ટીમ ઈવેન્ટમાં મેડલ જીતવા ઉપરાંત, ભારતીય શૂટર અનંતજીત સિંહ નારુકાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવીને પુરુષોની સ્કીટ વ્યક્તિગત ફાઇનલમાં પણ પોતાનું સ્થાન પાકું કર્યું હતું. ફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે..શૂટિંગમાં ભારત માટે આ મેડલ ફળદાયી દિવસ હતો, જેમાં દેશની પુરુષો અને મહિલા બંને સ્કીટ ટીમોએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
શૂટિંગમાં ભારતનો દબદબો યથાવત
આ કાંસ્ય ચંદ્રક સાથે એશિયન ગેમ્સમાં ભારતની મેડલ ટેલીમાં વધુ એક સફળતા ઉમેરાઈ છે. શૂટિંગમાં ભારત માટે આ દિવસ અત્યંત સફળ રહ્યો, જેમાં એક જ દિવસમાં શૂટિંગ ઇવેન્ટ્સમાંથી 2 બ્રોન્ઝ મેડલ ભારતને મળ્યા છે. રાયઝા ધિલ્લોન, પરિનાઝ ધાલીવાલ અને મહેશ્વરી ચૌહાણ અગાઉ મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં 331 ના સંયુક્ત સ્કોર કરી બ્રોન્ઝ જીત્યો હતો. મહિલા અને પુરુષ ટીમની આ જીત એશિયન ગેમ્સ જેવા મોટા મંચ પર ભારતીય શૂટર્સની સતત મજબૂત પકડ અને તાકાત દર્શાવે છે. આજે દેશની પુરુષો અને મહિલા બંને સ્કીટ ટીમોએ બ્રોન્ઝ મેડલ જીતી ભારતના ખાતમાં વધુ એક મેડલ ઉમેરર્યો.
આ પણ વાંચો : Asian Games Day-4 Schedule : મીરાબાઈથી લઈ મનુ ભાકર સહિત આ ખેલાડીઓ પર રહેશે નજર,જાણો શેડ્યૂલ