BCCIએ ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેના માટે ટીમો બોલી લગાવશે.આગામી આવૃત્તિ માટે બધી ટીમો માટે કુલ 73 સ્લોટ ઉપલબ્ધ છે.આ ઓક્શન 27 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં થશે. ઓક્શન માર્કી સેટથી શરૂ થશે જેમાં દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ સહિત આઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે.


યાદીમાં કુલ 277 ખેલાડીઓનો સમાવેશ થાય

હરાજીની યાદીમાં 194 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં 52 કેપ્ડ અને 142 અનકેપ્ડનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓ માટે પચાસ સ્લોટ ઉપલબ્ધ છે

19 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે.

મહિલા પ્રીમિયર લીગ 2026 ની હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. આ બેઝ પ્રાઈસ સાથે યાદીમાં 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 11 ખેલાડીઓ અને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 88 ખેલાડીઓ છે.

WPL 2026ની ઓક્શનમાં 8 માર્કી ખેલાડીઓ

WPL2026ના ઓક્શન 27 નવેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.તે માર્કી સેટથી શરૂ થશે,જેમાં 8 ખેલાડીઓનો સમાવેશ થાય છે.માર્કી સેટમાં સમાવિષ્ટ ખેલાડીઓમાં દીપ્તિ શર્મા (ભારત),રેણુકા સિંહ (ભારત),સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ),સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ),એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા),અમેલિયા કેર (ન્યુઝીલેન્ડ),મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)અને લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા)નો સમાવેશ થાય છે.

WPL2026ની ચોથી ભાગમાં

મહિલા પ્રીમિયર લીગ 2026 ટુર્નામેન્ટની ચોથી આવૃત્તિ હશે,જે 7 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે રમાશે.કુલ 5 ટીમો (દિલ્હી કેપિટલ્સ,ગુજરાત જાયન્ટ્સ,મુંબઈ ઇન્ડિયન્સ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ)ટુર્નામેન્ટમાં ભાગ લેશે.અત્યાર સુધી રમાયેલી 3 આવૃત્તિઓમાં,મુંબઈ ઇન્ડિયન્સે બે વાર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક વાર જીત મેળવી છે.

  • Follow us on: