મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL 2026માં નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે. MIનો સ્ટાર ખેલાડી જસપ્રીતે અત્યાર સુધી 5 મેચ રમ્યો છતાં 1 વિકેટ પણ લઈ શકયો નથી. આ તેની કારકિર્દીનો સૌથી લાંબો વિકેટલેસ સિલસિલો છે. જયારે જસપ્રીત 5 મેચ રમવા છતા વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હોય. જસપ્રીત બુમરાહનું હાલનું પરફોર્મન્સ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખતરાની ઘંટડી બન્યું છે. MIના મેનજમેન્ટ અને ચાહકો પણ જસપ્રીતના આ ખરાબ પ્રદર્શનથી ખૂબ જ આઘાતમાં છે.


જસપ્રીત બુમરાહનું અત્યાર સુધીનું ખરાબ પ્રદર્શન

જસપ્રીત બુમરાહ એક સમયે મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો સ્ટાર બોલર ગણાતો હતો. પરંતુ IPL 2026 સિઝનમાં સ્ટાર ખેલાડી ટીમ માટે હિરો નહીં ઝીરો સાબિત થઈ રહ્યો છે. તે ન તો વિકેટ લઈ શકતો છે અને ન તો રન પર નિયંત્રણ રાખી શકતો છે, જે મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સનો 'યોર્કર કિંગ' ગણાતો જસપ્રીત બુમરાહ અત્યારે પોતાની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. હાલમાં બુમરાહનું પ્રદર્શન તેની શાનદાર IPL કારકિર્દીથી તદ્દન વિપરીત છે. તે સામાન્ય રીતે મેચ ચેન્જર માનવામાં આવે છે, પરંતુ આ વખતે, બેટ્સમેન સરળ રીતે તેની ધુલાઈ કરી રહ્યા છે.

IPL 2026માં જસપ્રીત બુમરાહ, હિરો નહી ઝીરો

આ સિઝનમાં બુમરાહે અત્યાર સુધી પંજાબ, RCB, રાજસ્થાન, દિલ્હી અને KKR સામે બોલિંગ કરી છે. પરંતુ પરિણામ દર વખતે નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ. જેમાં 8.63ના સ્ટ્રાઈક રેટથી 164 રન આપ્યા જયારે વિકેટ '0'. બુમરાહ જેવા સ્ટ્રાઇક બોલર પાસે ટીમ હંમેશા વિકેટની આશા રાખે છે. તે વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને ફેંકાઈ ગઈ છે. બુમરાહનું ખરાબ પ્રદર્શન મુંબઈ ઇન્ડિયન્સ માટે ખતરાની ઘંટી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં ચાર મેચ હારી ચૂકી છે. જ્યારે ટીમનો મુખ્ય હથિયાર જ નિષ્ફળ સાબિત થાય, ત્યારે મેચ જીતવી મુશ્કેલ બની જાય છે.

જસપ્રીત બુમરાહના ફોર્મને લઈને નિષ્ણાતોનો મત

મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર ખેલાડી બુમરાહ તેની જૂની લય અને ગતિ પાછી મેળવવામાં નિષ્ફળ રહેશે, તો મુંબઈ માટે પ્લેઓફની સફર અત્યંત કઠિન બની શકે છે. પહેલા બેટ્સમેનો બુમરાહ સામે સંરક્ષણાત્મક રમીને તેની ઓવર કાઢી નાખતા હતા. પરંતુ હવે બેટ્સમેનોમાં બુમરાહનો ડર ઓછો થયો હોય તેમ લાગે છે; તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે તેની સામે મોટા શોર્ટ્સ રમી રહ્યા છે. ક્રિકેટ વિશ્લેષકોના મતે, બુમરાહની નિષ્ફળતા પાછળ તેની બદલાયેલી બોલિંગ સ્ટાઇલ જવાબદાર છે.


આ પણ વાંચો : MI Vs PBKS: પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, પ્રભસિમરન સિંહની ધમાકેદાર ઈનિંગ

  • Follow us on: